પશ્ચિમ બંગાળના બાંકુરામાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ

  • June 14, 2023 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા ઘણા વિસ્તારોમાં હિંસાના સમાચાર આવવા લાગ્યા છે. TMC અને ભાજપના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


પંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના ભાગોમાં હિંસક અથડામણના અહેવાલો છે. બાંકુરામાં પંચાયત ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ખરીદતી વખતે TMC અને બીજેપી સમર્થકો ફરી એકવાર એકબીજા સાથે અથડાયા હતા. આ હિંસા બાંકુરાના સોનામુખીમાં થઈ હતી. જેમાં ભાજપના ઘણા કાર્યકરો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારી ફોર્મ લેતી વખતે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ થોડી જ વારમાં હિંસામાં ફેરવાઈ ગયો.


બાંકુરાના બિષ્ણુપુર વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી મોટી માત્રામાં બોમ્બ પણ મળી આવ્યા છે. પોલીસ અધિકારી કુતુબુદ્દીન ખાને જણાવ્યું કે બાંકુરામાં વાહનોની તપાસ દરમિયાન એક કારમાંથી બોમ્બથી ભરેલી બેગ મળી આવી હતી. તેમણે કહ્યું કે આ મામલામાં આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે.


દક્ષિણ 24 પરગણાના કેનિંગમાં બ્લોકની બહાર ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાને લઈને ટીએમસીના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application