વિનેશ ફોગાટે કેન્દ્રીય મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- "બધો મામલો રફાદફા કરનાર અનુરાગ ઠાકુર જ છે"

  • May 03, 2023 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ ભૂતકાળમાં જાતીય સતામણીની ફરિયાદોને દબાવી દીધી હતી.

વીનેશે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય શિબિર દરમિયાન અગાઉ પણ બે વખત જાતીય સતામણીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા પરંતુ WFI આ કેસોને ચૂપ કરવામાં સફળ રહી હતી. વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશે જણાવ્યું હતું કે ફરિયાદીઓએ તેમનું આ દુઃખ રમતગમત પ્રધાન સાથે એક મીટિંગમાં શેર કર્યું હતું પરંતુ તેમણે મોનિટરિંગ પેનલ બનાવવા સિવાય કંઈ કર્યું નથી.


સરકારે આ બાબતની તપાસની ખાતરી આપ્યા બાદ કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં તેમનો વિરોધ પાછો ખેંચી લીધો હતો અને WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી.


વિનેશે જણાવ્યું કે, 2012ના રાષ્ટ્રીય શિબિર દરમિયાન પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 24 કલાકમાં તે મામલો દબાવી દેવામાં આવ્યો. 2014માં એક ફિઝિયો, જે ગીતા ફોગાટના ટ્રેનર પણ હતા, તેણે આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો અને 24 કલાકની અંદર તેને કેમ્પમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે દિવસથી તેની પત્ની કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકી ન હતી.


તેણીએ કહ્યું, અમે અમારો વિરોધ શરૂ કર્યો તેના ત્રણ મહિના પહેલા, અમે એક સરકારી અધિકારીને બધુ સમજાવ્યું હતું કે કેવી રીતે જાતીય સતામણી થઈ રહી છે અને કેવી રીતે મહિલા કુસ્તીબાજોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 


વિનેશે કહ્યું, અમે ત્રણ-ચાર મહિના રાહ જોઈ પરંતુ જ્યારે કંઈ ન થયું તો અમે જંતર-મંતર આવ્યા. જ્યારે અમે રમતગમત મંત્રીને મળ્યા ત્યારે મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીની વિવિધ ઘટનાઓ શેર કરી. તેની સામે યુવતીઓ રડી રહી હતી પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.


તેમણે કહ્યું કે, રમત મંત્રીએ એક સમિતિ બનાવીને મામલાને ફરીથી દબાવવાનો પ્રયાસ કર્યો. અમે દરેક સ્તરે આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ બાબતને હંમેશા દબાવી દેવામાં આવી.

એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતાએ કહ્યું કે હવે લોકો સમજી શકશે કે તે 12 વર્ષ સુધી કેમ ચૂપ રહ્યો.


વિનેશે એવો પણ આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહી નથી. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે હજુ સુધી કોઈ નિવેદન નોંધ્યું નથી. તેઓ સત્તા અને પદનો ઉપયોગ કરીને પીડિતોને તોડી પાડવામાં મદદ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ કેસમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બ્રિજભૂષણને માહિતી આપી રહ્યા છે. કદાચ સુપ્રીમ કોર્ટમાંથી જ અમને ન્યાય મળી જશે.


વિનેશે કહ્યું, રાષ્ટ્રીય ટેલિવિઝન પર તે (WFI ચીફ) જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે તે દર્શાવે છે કે તે બંધ દરવાજા પાછળ મહિલાઓ સાથે કેવું વર્તન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application