સાવરકુંડલાના ગામે ગામે ઘરઆંગણે મોબાઈલ ડીસ્પેન્સરીથી અપાતી સારવાર

  • December 06, 2023 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા સ્તિ વિદ્યાગુરુ ફાઉન્ડેશન, લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર સારાએ સૌરાષ્ટ્રમાં પોતાની નિશુલ્ક આદર સહિત આરોગ્યની સેવાઓ માટે સુવિખ્યાત છે. હજી ઘણા લોકોને આ આરોગ્ય મંદિરના બીજા એક સોપાનની ઓછી ખબર છે. આ આરોગ્ય મંદિર દ્વારા દૂર દૂરના ગામડાઓના વૃદ્ધ દર્દીઓ કે નાના બાળકો અને મહિલાઓ માટે તેમના ગામડે જ ઘર આંગણે મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા દર અઠવાડિયે અનુભવી અનેનિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. જેમાં દર સોમવારે ખારી, ખેરાળી,ડોળીયા, રીંગણીયાળી, બાબરીયાધાર, દર મંગળવારે મેરીયાણા, ભમ્મર,વણોટ, નવા મેરીયાણા,દાધીયા દર બુધવાર ચીખલી, દીપડીયા, ચારોડીયા, ઝાઝડા, કુંડલીયા, ગીરધરઘર ર શુક્રવારે જાંબુડા,મઢડા, ડેડકડી, ખડસલી, નવાગોરડકા,દર રવિવારે  ખોડીયાણા,આદસંગ, પાટી, નેસડી, વાવડી.  આ પ્રમાણે દરેક ગામમાં આ ડિસ્પેન્સરી એક કલાક જેવો સમય રોકાણ કરીને નિદાન સારવાર અને દવા તદ્દન ફ્રી આપવામાં આવે છે.તો આ ગામડાના દર્દીઓ તા આ ગામની આસપાસના નજીકના ગામડાઓના દર્દીઓ આ સુવિધાનો લાભ લે તેમ આરોગ્ય મંદિરના એડમીન ડોક્ટર પ્રકાશ કટારીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application