ચાઈલ્ડ પોર્નેાગ્રાફીનો લગતા વીડિયો કે ફોટા જોવા અથવા તેને લગતા વીડીયો કે ઈમેજ શેર કરવી ગુનો બનતો હોવાછતાં કેટલાક લોકો આ દુષણને છોડવા તૈયાર નથી. ત્યારે પોલીસ હવે આવા વીડિયો જોનાર અને શેર કરનાર સામે ગુના નોંધી રહી છે. રાજકોટમાં ચાઇલ્ડ પોર્નેાગ્રાફી ને લગતા વીડિયો શેર કરવા બાબતે બે શખસો સામે ગુનો નથી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં એક શખસના મોબાઈલમાંથી ૪૭૯ અશ્લીલ ફોટાઓ તથા ૧૬૪ વિડીયો મળી આવ્યા હતા. યારે અન્ય આરોપીના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નેાગ્રાફીને લગતા ૩૬ અશ્લીલ ફોટાઓ મળ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીનગરથી મળેલી ટીપ લાઈન પર રાજકોટ સાઇબર ક્રાઇમ ટીમે કાર્યવાહી કરી રાજકોટના ન્યુ બેડીપરા સીતારામ રોડ પર રહેતા અજય ભગુભાઈ ટોયટા(ઉ.વ ૨૪) સામે ગત તા. ૨૭૮૨૦૨૦ ના જાણવા જોગ દાખલ કરી હતી બાદમાં કબજે કરેલ મોબાઈલ ફોનમાં ટીપ લઈને ડેટાની માહિતી મેળવવા એફએસએલ ગાંધીનગર ખાતે મોકલેલ હતો. જેમાં એફએસએલ સર્ટી આવેલ હોય જેમાં ચાઈલ્ડ પોર્નેાગ્રાફીને લગતા ફોટા ૪૭૯ તથા વિડીયો ૧૬૪ મળી આવતા આ બાબતે મોબાઈલ ધારક અજય ભગુભાઈ ટોયટા વિદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. જાડેજા દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતા હેડ કોન્સ. દિપક પંડિતે ગુનો દાખલ કર્યેા હતો. આ અંગે વધુ તપાસ પીઆઈ બી.બી.જાડેજા ચલાવી રહ્યા છે.
યારે પોર્નેાગ્રાફીના અન્ય એક બનાવમાં ગાંધીનગરથી મળેલી ટિપ લાઈનના આધારે ગત તા.૭૩૨૦૨૦ રાજકોટમાં રૈયા ટેલીફોન એકસચેન્જવાળી શેરી ઇગલ ટ્રાવેલ્સની સામે રહેતા મયુર જગદીશભાઈ શિરોયા (ઉ.વ ૨૫) નો મોબાઇલ કબજે કરી ટીપલાઇન ડેટાની માહિતી મેળવવા એફએસએલ ગાંધીનગર ખાતે મુકેલ હતો. જેમાં એફએસએલ અભિપ્રાય સર્ટી. આવેલ હોય જેમાં આ મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નેાગ્રાફીને લગતા ૩૬ અશ્લીલ ફોટા મળી આવ્યા હોય જેથી મોબાઈલ ધારક જગદીશ શિરોયા સામે એએસઆઇ જાડેજાની ફરિયાદના આધારે ચાઇલ્ડ પોર્નેાગ્રાફી ના ફોટો રાખવા બદલ આઈટી એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે વધુ તપાસ પીઆઇ આર.જી.પઢિયાર ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech