Video : એનિમલના રવાડે રાજકોટનું 'યુવાધન', ફિલ્મની માફક દારૂના ગ્લાસ માથે ચડાવી જાહેર રસ્તા પર કર્યો ડાન્સ !

  • December 28, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​યુવાનોમાં ડ્રગ્સનો નશો કરવાનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જે ચિંતા ઉપજાવે તેવી છે. યુવાવર્ગ ફિલ્મો માંથી કે પછી સોશિયલ મીડિયા પરથી જોઇને અવનવા શોખ પાલી લે છે, અને સામાન્ય ગણાતી આ બાબત એક સમયે ગમ્ભીત રૂપ ધારણ કરે છે. 


રાજકોટના બે શખ્સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ સામે આવ્યો છે જેમાં બન્ને તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ એનિમલના એક કેરેક્ટરની કોપી કરતા દેખાયા છે, જેમ  ફિલ્મમાં દર્શાવાયું છે તેમ બોબી દેઓલની માફક બન્ને માથા પર દારૂનો ગ્લાસ રાખી નાચી રહ્યા છે. જાહેર રસ્તા પર આ રીતે દારૂ સાથે ડાન્સએ પોલીસની કહેવાતી દારૂબંધીની પોલ છતી કરે છે.


આજના યુવાનો દારૂ, ડ્રગ્સ, ચરસ, કોકેન, હેરોઇન જેવા નશાના આદી બની રહ્યા છે. સિગારેટનો કશ ખેંચતા યુવાનો ક્યારેક ચરસના લતે ચઢી જાય છે. ઘણા કિસ્સામાં ખુદ તેમના પરિવારને પણ આની ખબર નથી હોતી. આવા યુવાનોને નશામાંથી ઉગારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ ઓછા કિસ્સામાં જ સફળતા મળતી હોય છે.

નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો (ગુજરાત) દ્વારા પણ માદક પદાર્થાેના સેવન અને તેની હેરફેર સામે અભિયાન ચલાવવામાં આવતાં હોય છે પરંતુ આ રીતે ફિલ્મમાં દર્શાવાતા સીનને પોતાની લાઈફસ્ટાઈલ બનાવી લેવા અને બીજા લોકોને પણ આવા કામ માટે પ્રેરિત કરવા તે યોગ્ય નથી. ત્યારે જોવું એ રહ્યું કે ક્યારે આવા નબીરાઓ પોલીસની નજરે આવશે અને ક્યારે તેમના પર કોઈ કાનૂની કાર્યવાહી થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application