Video : અતીકની કબર પર તિરંગો રાખ્યો, કોગ્રેસ નેતાએ ગેંગસ્ટર ભાઈઓના નારા લગાવી ભારત રત્ન આપવાની કરી માંગ

  • April 20, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રયાગરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુપીના પ્રયાગરાજથી પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા માફિયા અતીક અહેમદને કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર રાજકુમારએ શહીદ જાહેર કર્યો છે. આટલું જ નહી, અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી છે.


કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે અતીક અહેમદે શહાદત હાંસલ કરી છે, આ સાથે જ અતીકની કબર પર પહોંચીને તિરંગાને ઓઢાડીને સલામી પણ આપી હતી. વીડિયોમાં રાજકુમાર કહેતા જોવા મળે છે કે તે આતિકને શહીદ તરીકે રજીસ્ટ્રેશન કરાવશે. વીડિયો વાયરલ થતાં જ પાર્ટીએ તેને 6 વર્ષ માટે હાંકી કાઢ્યો છે.

રાજકુમાર સિંહ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ મલાકામાંથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ અગાઉ પણ કાઉન્સિલરની ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે કોંગ્રેસના ઉમેદવારની અટકાયત કરી છે.

પોલીસે રાજકુમારને પોતાની કસ્ટડીમાં લીધો છે. રાજકુમારે અતીક અને અશરફની કબરો પર જઈને ત્રિરંગો ધ્વજ લગાવ્યો અને બંનેને અમર કહ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application