Video : લખનૌ એક્સપ્રેસમાં TTEનું ગુંડારાજ, તરુણને કારણ વગર માર્યો, મુસાફરો સાથે કર્યું તુમાખીભર્યું વર્તન

  • January 18, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વખત, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો ગરીબો અથવા સામાન્ય લોકો પર તેમના પદનો રોબ જમાવી દાદાગીરી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. આવો જ એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં TTEની ગુંડાગીરી છતી થાય છે.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક TTE ટ્રેનની અંદર બેઠેલા એક મુસાફરને માર મારી રહ્યો છે. યુવક વારંવાર TTE ને પૂછે છે, 'સર, મારી કોઈ ભૂલ છે?' છતાં તે અટકતો નથી અને થપ્પડ મારવાનું શરુ રાખે છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પણ તેને પૂછે છે કે તે કેમ મારી રહ્યા છો. પરંતુ TTE કંઈ જવાબ આપતો નથી. એટલું જ નહીં ટીટીઈએ વીડિયો બનાવનાર વ્યક્તિના હાથમાંથી ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. TTEએ મુસાફરને કયા કારણે માર માર્યો તેની પુષ્ટિ થઈ નથી.


આ વીડિયોને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'બરૌની-લખનૌ એક્સપ્રેસમાં ટિકિટ ચેક કરતી વખતે પેસેન્જર અને TTE વચ્ચે ઘર્ષણ થયું.' વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- તે કયા અધિકારથી મારી રહ્યો છે? અન્ય એક યુઝરે લખ્યું- જો તેની પાસે ટિકિટ નથી તો દંડ કરો, મારો છો શું કામ ? એક યુઝરે લખ્યું- તમામ સરકારી અધિકારીઓ પોતાને પીએમથી ઓછા નથી માનતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News