Video: LIVE મેચમાં શ્રેયસ અય્યરે કેપ્ટન શર્માની પત્નીને દોડાવી, રીતિકા તુરંત જ પોતાની સીટ છોડીને ભાગી

  • November 02, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર વર્લ્ડ કપ 2023માં કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ આજે ગુરુવારે શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બેટ્સમેને શ્રીલંકા સામે ઝડપી અડધી સદી ફટકારી હતી. અય્યરે એટલી લાંબી સિક્સ ફટકારી કે વર્લ્ડ કપ 2023નો રેકોર્ડ તૂટી ગયો. અય્યરે શ્રીલંકા સામે 106 મીટરની સિક્સ ફટકારી હતી, જે આ વર્લ્ડ કપમાં સૌથી લાંબી સિક્સ છે.


જો કે, અય્યરની 106 મીટર છગ્ગાએ રોહિત શર્માની પત્ની રિતિકાને જોખમમાં મૂકી દીધી હતી. 36મી ઓવરમાં અય્યરે ઓવરપીચ બોલને લોંગ ઓન પર મોકલ્યો અને બાઉન્ડ્રી પાર કરી. આ સિક્સ એટલો લાંબો હતો કે બોલ સામેની VIP સીટ પર બેઠેલી રિતિકા સજદેહ સુધી પહોંચી ગયો. સારી વાત એ હતી કે રિતિકા બોલ જોઈ રહી હતી અને તે યોગ્ય સમયે પોતાની સીટ છોડીને ભાગી ગઈ હતી. અશ્વિનની પત્ની પ્રીતિ અને યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી પણ રિતિકા સાથે બેઠા હતા.

​​​​​​​

જો કે, આ મેચમાં રીતિકાનું દિલ તૂટી ગયું હતું. તેનો પતિ રોહિત શર્મા માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તે પછીના જ બોલ પર તે બોલ્ડ થયો હતો. રોહિત આઉટ થયો હતો પરંતુ વિરાટ કોહલી અને શુભમન ગીલે પોતાની શાનદાર બેટિંગથી દિલ જીતી લીધું હતું. આ બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 189 રનની જોરદાર ભાગીદારી કરી હતી. જો કે, દુઃખની વાત એ છે કે બંને બેટ્સમેન પોતાની સદી ચૂકી ગયા. ગીલે 92 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી. જ્યારે વિરાટ કોહલી 88 રન બનાવીને આઉટ થયો હતો. વચ્ચેની ઓવરોમાં કેએલ રાહુલ 21 રન બનાવીને આઉટ થયો હતો અને સૂર્યકુમાર યાદવ 12 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ચોથા નંબરે બેટિંગ કરી રહેલા શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ્સ રમીને પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application