Video : બાંટવામાં વિધર્મી યુવકે પરણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવી કરી બીભત્સ માંગણી, હવસખોરે 12 વર્ષની દીકરીને પણ ના છોડી  

  • August 06, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જુનાગઢના બાંટવામાં રહેતી એક પરણિત મહિલા સાથે વિધર્મી સોહિલ હિંગોરા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી, થોડા સમય સુધી તેણીને બહેન બનાવી હતી. જો કે, થોડા સમય પછી આ મિત્રતા અફેરમાં બદલી હતી. બાદમાં શખ્સે મહિલાને પૈસા માટે બ્લેક મેઈલ કરવાનું શરુ કહ્યું હતું.


સોહિલ કહ્યું હતું કે, “મારી સાથે વાત નહીં કરે તો આપણી વચ્ચે થયેલી વાતચીત તારા પતિને બતાવીશ અને તારા દીકરાને તો હું  ગાડીથી ઉડાવી દઈશ.” આ ઉપરાંત મહિલાના ન્યૂડ વિડિઓ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. બાદમાં સોહિલે 50 હજારની માંગણી કરી હતી, મહિલાએ 30 હજાર આપી વિડિઓ ડિલિટ કરાવ્યો હતો, છતાં પણ થોડા દિવસો બાદ આ હવસખોરે બીભત્સ માંગણી કરી હતી.


પોતાની કોઈ પોલીસ ઓફિસર બહેન દ્વારા મહિલાને ધમકી પણ આપાવી હતી. આટલાથી સંતુષ્ટ ન થતા નરાધમે ભોગ બનનાર મહિલાની 12 વર્ષની પુત્રી સાથે પણ અડપલાં કરી ધમકી આપી હતી. આ અંગે ડીવાયએસપી ડી.સી ઠક્કરે જણાવ્યું છે કે, આરોપી સામે જરૂરી તમામ કલમો લગાડાશે અને શખ્સ વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application