અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આખો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. લગ્ન પહેલા જરૂરી વિધિઓ શરૂ થઈ ગઈ છે. જે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ છે. આ બધાની વચ્ચે અનંત-રાધિકાનો ગ્લેમર સંગીતનો એક વીડિયો સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિકી કૌશલ, એટલી અને દિશા પટણી 'બેડ ન્યૂઝ'ના ગીત તૌબા તૌબા પર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 'જવાન'ના ડિરેક્ટર એટલી અને વિકી કૌશલ આગામી ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના ગીત તૌબા તૌબા પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં 'કલ્કી 2898 એડી' એક્ટ્રેસ દિશા પટણી અને સારા અલી ખાન પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટર વિકી બધાને હૂક સ્પેટ શીખવતો જોવા મળી રહ્યો છે.
અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી 12 જુલાઈએ એક શુભ લગ્ન સમારોહ સાથે શરૂ થશે. કપલના ભવ્ય લગ્ન સમારોહ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. 13મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech