રાજકોટમાં એસટી બસના મુસાફરો છીનવતા ૯૭ વાહનો ડિટેઇન,૨.૯૭ લાખનો દડં ફટકાર્યેા

  • January 09, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સીઓ ચેકિંગ અને નો પાકિગ ઝોનના ચેકિંગ અંતર્ગત એસટી બસના મુસાફરો છીનવી જતા ૯૭ વાહનો ડિટેઇન કરાયા હતા, યારે ૧૭૪ વાહનચાલકોને ઇ મેમો ફટકારવામાં આવ્યો હતો, જેમાં પાંચને આરટીઓ મેમો અને ૧૬૯ને પોલીસ મેમો અપાયો હતો. સ્થળ ઉપર .૧,૬૬,૮૦૦ના દંડની વસુલાત કરાઇ હતી, યારે ડિટેઇન કરેલા વાહનોનો .૧,૩૧,૧૦૦નો દડં વસુલાયો હતો. કુલ .૨,૯૭,૯૦૦ના દંડની વસુલાત કરાઇ હતી.
વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે ઉપરોકત ઉપરાંત લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓ જેમાં (૧) બસમાં સ્વચ્છતા ન હોવી (૨) બસ અનિયમિત હોવી (૩) ડ્રાઇવર–કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોવો (૪) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૫) હાઇ વે ઉપરની હોટેલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) બસમાં નિયત માત્રા કરતા વધુ પેસેન્જર ભરવા (૭) બસમાં આગળ અને પાછળ ટ બોર્ડ ન હોવું (૮) મુસાફરો કે પાસ ધારકો સાથે ડ્રાઇવર–કંડકટરના વાણી, વર્તન અને વ્યવહાર યોગ્ય ન હોવા (૯) નિયત માત્રા કરતા વધુ લગેજ હોવા છતાં લગેજ ટિકિટ ન બનાવવી (૧૦) જોખમી રીતે ડ્રાઇવિંગ વિગેરે વિવિધ બાબતોના કુલ ૭૦ કેસ કરવામાં આવ્યા હતા.

કટકી કરતા એક કંડકટર ઝડપાયો; ૨૩ મુસાફરો ટિકિટ વિના પકડાયા
રાજકોટ એસટી ડિવિઝનની લાઈન ચેકીંગ સ્કવોડના ચેકીંગ દરમિયાન મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપી કટકી કરતો એક બસ કંડકટર ઝડપાયો હતો, યારે કંડકટરને પૈસા પણ ન આપ્યા હોય અને ટિકિટ પણ ન લીધી હોય તેવા ૨૩ મુસાફરો મળ્યા હતા. કટકી કરતા ઝડપાયેલા કંડકટરને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. યારે ટિકિટ વિના ઝડપાયેલા મુસાફરો પાસેથી .૧૦,૮૫૭નો દડં વસુલાયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application