વડોદરાના યુવાનનું અનોખું કૌતુક, સતત 91 કલાક સુધી ટેટુ કરી નોધાવ્યો ગીનીસ બુક રેકોર્ડ

  • March 10, 2023 01:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈશાને 64 લોકો પર 74 ટેટૂ બનાવી 65 કલાકનો રેકોર્ડ કર્યો બ્રેક 

વડોદરા શહેરના યુવા ટેટું આર્ટિસ્ટએ 91 કલાક સુધી સતત ટેટું બનાવી રેકોર્ડ નોંધાવ્યો છે. ઈશાન રાણા નામના આર્ટિસ્ટ દ્વારા સતત બ્રેક લીધા વગર ટેટું બનાવી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ઈશાન રાણાએ 120 કલાક સુધી સતત તેતું બનાવી રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે 91 કલાક સુધી ટેટુ બનાવવામાં સફળ થયો હતો. આ દરમિયાન 64 લોકો પર પોટ્રેટ, ઐતિહાસિક ઈમારત અને સર્વેશ્વર મહાદેવ જેવાં ટેટૂ બનાવ્યા હતા.


આ સાથે તેણે ટેટૂ કરવાનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જૂનો રેકોર્ડ 65 કલાકનો હતો અને વડોદરાના ઈશાન રાણાએ આ રેકોર્ડ તોડીને 91 કલાકનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ માટે ઈશાને આંખ પણ મીંચી નથી. તેણે આંખ મીંચ્યા વિના 91 કલાક દિવસ-રાત મહેનત કરી અને આ રેકોર્ડ બનાવ્યો છે.

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યા બાદ ઈશાને તેના પરિવારના સભ્યો સાથે ઉજવણી કરી હતી. આ 91 કલાક દરમિયાન ઈશાને 64 લોકો પર કુલ 74 ટેટૂ બનાવ્યા હતા. જેમાં વડોદરાની ઐતિહાસિક ઈમારતોના ટેટૂઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશાને 3 માર્ચે જ અલગ-અલગ લોકોને ટેટૂ કરાવવાનું શરૂ કર્યું અને 7મીએ આ સિદ્ધિ મેળવી. આ દરમિયાન તેણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની તમામ માર્ગદર્શિકાઓનું પણ પાલન કર્યું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઈડલાઈન મુજબ ઈશાન રાણાએ દર ચાર કલાકે માત્ર 20 મિનિટનો બ્રેક લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application