રાજકોટ ડિવિઝનમાં વડોદરા ઇન્ટરસિટી, દુરંતો, સૌરાષ્ટ્ર્ર મેલ સહિત ૯ જોડી ઈલેકટ્રીક ટ્રેનો દોડતી થશે

  • June 26, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧લી જુલાઈથી ઇલેકટ્રીક ટ્રેનો શરૂ કરી દેવાની જાહેરાત મુજબ
ટ્રેનોની સંભવિત યાદીમાં ઓખા–ભાવનગર એકસપ્રેસ, વૈષ્ણોદેવી, ગોરખપુર અને પુરીની ટ્રેનોનો સમાવેશ




રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચેના ડબલ ટ્રેકમાં ટ્રેનો દોડતી થઈ ગઈ છે ત્યારબાદ હવે બંને ટ્રેક ઉપર જુલાઈ માસમાં ઇલેકટ્રીક ટ્રેનો પણ દૂરથી થઈજશે તેમાં સંબોધ વડોદરા ઇન્ટરસિટી, સૌરાષ્ટ્ર્ર મેલ, દુરંતો એકસપ્રેસ સહિતની નવ જોડી ટ્રેનોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.





રાજકોટ સુધીના ડબલ ટ્રેક ઉપર છેલ્લા ત્રણેક માસથી ટ્રેનો દોડવા માંડી છે અને તેનાથી ઉતાઓને ટ્રાવેલ ટાઈમમાં ફાયદો થયો છે, દરમિયાન તાજેતરમાં ચીફ સેફટી ઓફિસર દ્રારા ઈલેકિટ્રફિકેશન કામનું ઇન્સ્પેકશન કરીને લીલી ઝંડી આપી દીધી હતી, ત્યારબાદ સંસદ મોહન કુંડારિયા દ્રારા પણ પત્રકાર પરિષદમાં ૧ જુલાઈથી રાજકોટ ડિવિઝનમાં પણ ઈલેકટ્રીક ટ્રેનો દોડતી થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન વિશ્વસનીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, રાજકોટ ડિવિઝન, હેડ ઓફિસ અને રેલવે બોર્ડ કક્ષાએ ચર્ચા વિચારણા કરીને પ્રથમ તબક્કામાં ચાર જોડી ડેઇલી સહિત લાંબા અંતરની નવ જોડી ઈલેકટ્રીક ટ્રેનો જુલાઈ માસમાં વહેલી તકે દોડતી થઈ જાય એ માટે સંબંધિત વિભાગો દ્રારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આથી હવે ટ્રેનોમાં અમદાવાદ જંકશન ખાતે ઇલેકટ્રીક લોકોમોટીવના સ્થાને ડીઝલ એન્જિન લગાવવાની જર નહીં પડે, ઉપરાંત ટ્રેનો એકધારી ઝડપે દોડતી રહેવાને કારણે ટ્રાવેલ ટાઈમમાં વધુ ફાયદો થશે તેમ મનાય છે.





હાલ રાજકોટ ડિવિઝનમાં તમામ ટ્રેનો ડીઝલ એન્જિનથી દોડી રહી છે. પ્રથમ તબક્કામાં સંભવત: જે ટ્રેનો ઈલેકટ્રીક લોકોમોટીવ (એન્જિન)થી દોડતી થશે, તેમાં ચાર જોડી રોજીંદી ટ્રેનોમાં વડોદરા ઇન્ટરસિટી, ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર્ર મેલ, હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ, ઓખા – ભાવનગર એકસપ્રેસ ટ્રેનોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સંભવત: અન્ય ટ્રેનોમાં ત્રિ–સાાહિક જામનગર બાંદ્રા હમસફર એકસપ્રેસ, મંગળ અને બુધવારે જામનગરથી દોડતી વૈષ્ણોદેવીની ટ્રેનો અને સાાહિક ટ્રેનો ઓખા – ગોરખપુર, ઓખા – પુરી એકસપ્રેસ ટ્રેનોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.



ઈલેકટ્રીક ટ્રેનો ચાલુ થવાથી રેલવે અને ઉતારુઓને ફાયદો
રાજકોટ ડિવિઝનમાં પણ ઈલેકટ્રીક ટ્રેનો દોડતી થવાથી રેલવેને ડીઝલના ખર્ચનો મોટો ફાયદો થશે. ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં આવતી લાંબા અંતરની ટ્રેનોમાં અમદાવાદ જંકશન ખાતે ઈલેકટ્રીક લોકોમોટીવના સ્થાને ડીઝલ એન્જિન લગાવવાની અડધી કલાકની કામગીરી બધં થશે, તેમજ ટ્રેનોની ઝડપ એકધારી વધવાને કારણે ટ્રેનોનો ટ્રાવેલ સમયમાં પોણો કલાક જેટલો ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application