પીઓકે ખાલી કરો: પાક.ને ભારતની લપડાક

  • September 23, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે સંયુકત રાષ્ટ્ર્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની હિંમત કરી હતી. વારંવાર આંતરરાષ્ટ્ર્રીય અપમાન કરવા ટેવાયેલા પાકિસ્તાનના પીએમ અનવર ઉલ હક કાકરે ફરી એકવાર કાશ્મીરના ગુણગાન ગાયા છે. ત્યારે ભારતે યુએનમાં પાકને ચોખ્ખું પરખાવ્યું છે કે પીઓકે એટલે કે પાકિસ્તાન ઓકયુંપાઈડ કાશ્મીર ખાલી કરી દો અને આતંકવાદ નો સંપૂર્ણ સફાયો કરો.

ભારતે સંયુકત રાષ્ટ્ર્રમાં પાકિસ્તાનને ભારતીય ક્ષેત્ર પરનો કબજો ખાલી કરવા કહ્યું છે. ભારતીય રાજદ્રારી પંતુલ ગેહલોતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશના કબજા હેઠળના વિસ્તારને ખાલી કરવાની સાથે આતંકવાદ વિદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેણે ૨૬૧૧ના આતંકવાદી હત્પમલાના આરોપીઓને સજા આપવાની અપીલ કરી હતી. અગાઉ પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકયું હતું. આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે સંયુકત રાષ્ટ્ર્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની હિંમત કરી હતી. વારંવાર આંતરરાષ્ટ્ર્રીય અપમાન કરવા ટેવાયેલા પાકિસ્તાનના પીએમ અનવર ઉલ હક કાકરે ફરી એકવાર કાશ્મીરના ગુણગાન ગાયા છે. કાકરે દાવો કર્યેા હતો કે પાકિસ્તાન તેના પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને મજબૂત સંબંધો ઈચ્છે છે.

પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને મજબૂત સંબંધો ઈચ્છે છે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની ચાવી છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સંયુકત રાષ્ટ્ર્રના એજન્ડામાં સૌથી લાંબા સમયથી રહેલો મુદ્દો છે. ભારત વતી પેટલ ગેહલોતે સંયુકત રાષ્ટ્ર્ર મહાસભામાં પોતાના વિચારો રજૂ કર્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application