કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર રેડ કાર્પેટ પર ચમકતા અલગ-અલગ સેલેબ્સની તસવીરો સામે આવી રહી છે. આ તસવીરો વચ્ચે એક એવી તસવીર હતી જેના વિશે હવે દરેક લોકો વાત કરી રહ્યા છે. નેન્સી ત્યાગી, તેનું નામ સોશિયલ મીડિયા પર ફરતું થઈ રહ્યું છે. આખરે કોણ છે ઉત્તર પ્રદેશની નેન્સી ત્યાગી અને શા માટે તે અચાનક ચર્ચામાં આવી રહી છે?
ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ બર્નાવાની રહેવાસી નેન્સી ત્યાગી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ રીતે પહોંચી તે વિશે હવે દરેક લોકો વાત કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર, જ્યાં સેલેબ્સ મોટા ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેરે છે ત્યાંરે નેન્સી ત્યાગી દ્વારા પહેરવામાં આવેલ ડ્રેસ પોતે જ ડિઝાઇન અને બનાવ્યો હતો.
આટલું જ નહીં નેન્સી ત્યાગીએ રેડ કાર્પેટ પર હિન્દીમાં ભાષણ કરીને લોકોની પ્રશંસા પણ મેળવી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જ્યારે નેન્સી ત્યાગીને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે ખચકાટ વિના હિન્દીમાં જવાબ આપ્યો. રેડ કાર્પેટ પર હિન્દીમાં બોલવા બદલ સૌ કોઈ નેન્સીના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, નેન્સીએ તેના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના લુકની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે તેણે 30 દિવસમાં તેનો ગુલાબી ગાઉન બનાવી લીધો છે. આ ગાઉનનું વજન 20 કિલો છે અને તેને બનાવવામાં 1000 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેન્સીની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભૂમિ પેડનેકર સહિત ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે.
તમને જણાવી દઈએ કે, નેન્સી ત્યાગી સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેણી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી રીલ્સમાં, તે સેલેબ્સ દ્વારા પહેરવામાં આવતા ડિઝાઇનર કપડાંની પ્રતિકૃતિ બનાવે છે અને તેને પહેરે છે. ઈન્સ્ટા પર તેના 9 લાખથી વધુ ફોલોઅર્સ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech