UPSCએ 2025ની પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર

  • April 26, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિયન પબ્લિક સર્વિસ કમિશને વિવિધ ભરતી પરીક્ષાઓનું સમયપત્રક બહાર પાડ્યું છે. આ સાથે આયોગે CSE, NDA, CDS, IFS IES, ISS જિયો સાયન્ટિસ્ટ અને અન્ય પરીક્ષાઓની તારીખો તેમજ હાજર રહેવાની નોંધણીની તારીખોની પણ જાહેરાત કરી છે.

સિવિલ સર્વિસ પરીક્ષાનું ટાઈમ ટેબલ

આ પરીક્ષાના સમયપત્રક અનુસાર, ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા 2025 અને ભારતીય વન સેવા પરીક્ષા 2025 એટલે કે UPSC પ્રિલિમ્સ 2025ની પ્રારંભિક પરીક્ષામાં બેસવા માટે 22 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પોતાની નોંધણી કરાવી શકશે. 25મી મેના રોજ પરીક્ષા યોજાશે. CSE પ્રિલિમ્સમાં સફળ જાહેર થયેલા ઉમેદવારો માટે સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા 2025 શુક્રવાર, 22 ઓગસ્ટથી લેવામાં આવશે, જે 5 દિવસ સુધી ચાલશે.

NDA/CDS પરીક્ષાનું ટાઈમ ટેબલ

તેવી જ રીતે, UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ટાઈમ ટેબલ અનુસાર નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (NDA/NA) પરીક્ષા 2025 અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસિસ (CDS) પરીક્ષા 2025 માટે નોંધણી 11 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર  2024 સુધી કરી શકાશે. આ પછી, રજિસ્ટર્ડ ઉમેદવારો માટે પરીક્ષા 13 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે.
​​​​​​​

ESE પરીક્ષાનું ટાઈમ ટેબલ

UPSC એ તેના પરીક્ષાના ટાઈમ ટેબલમાં જાહેરાત કરી છે કે એન્જિનિયરિંગ સેવાઓ પ્રારંભિક પરીક્ષા (ESE પ્રિલિમ્સ) 2025 માટે નોંધણી 18 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2024 સુધી સ્વીકારવામાં આવશે. આ પછી 9 ફેબ્રુઆરી 2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

જીઓ-સાયન્ટિસ્ટ પરીક્ષાનું ટાઈમ ટેબલ

UPSC દ્વારા આયોજિત જીઓ-સાયન્ટિસ્ટ પ્રારંભિક પરીક્ષા 2025 તેના પરીક્ષા ટાઈમ ટેબલમાં 9 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉમેદવારોએ આ પરીક્ષામાં બેસવા માટે પોતાનું રજીસ્ટ્રેશન 4 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર 2024 સુધી કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application