તાલુકાના ડેડરવા નજીક બાઈક પર જતા વિપ્ર દંપતીને કારે હડફેટે લેતા પત્નિનું સારવાર દરમ્યાન મોત નીપજેલ જયારે અન્ય બનાવમાં તત્કાલ ચોકડી પાસે ધોરાજી તરફથી આવતા વિપ્ર યુવાનના બાઈકને ટ્રકે ઠોકર મારતા તેનું મોત નીપજેલ દિવાળીના તહેવારમાં માર્ગ અકઉસ્માતમાં બે વિપ્ર યુવાનોના મોત થયા છે.
પ્રથમ બનાવમાં જુનાગઢના ઝાંઝરડા રોડ દિપાલી પાર્ક–૧ ખાતે રહેતા અતુલભાઈ ધીરજલાલ ઠાકર તેના પત્ની સાથે પોતાનું બાઈક સ્પેન્ડર ન.ં જીજે–૧૧–કે–૯૮૪૨ ૮ વાળુ લઈ તેના કાકા રાજેશભાઈ સાથે નીકળેલ તેઓ બાવા પીપળીયા તેનું કામ પતાવી બન્ને પોતાના બાઇક લઈ ડેડરવા તરફ જતા હતા ત્યારે પાછળથી ફુલ સ્પીડે આવતી ગ્રાન્ડ–આઈ૧૦ ન.ં જીજે–૬–એચએલ–૪૪૨૦ ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અતુલભાઈના બાઈકને હડફેટે લેતા અતુલભાઈ તેમજ તેના પત્નિ કિર્તીબેન બન્ને ફંગોળાઈ રોડ પર પટકાતા ઈજાઓ થયેલ અતુલભાઈને વધારે ગંભીર ઈજાઓ થયેલ હોય બન્નેને જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ જયાં અતુલભાઈને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજતા તાલુકા પોલીસે તેના કાકા રાજેશભાઈની ફરીયાદ પરથી કારચાલક વિધ્ધ ગુન્હો નોંધેલ.
બીજા બનાવમાં શહેરના ભાદરના સામા કાંઠા, ગાયત્રી ચોકમાં રહેતા હિરેનભાઈ હરેશભાઈ ઈઢાટીયા તેમના કોઈ કામ સબબ બાઈક લઈને ધોરાજી ગયેલ હોય ત્યાંથી પરત ફરતા આઠેક વાગ્યાના અરસામાં તત્કાલ હનુમાન ચોકડી પાસે પહોંચતા પાછળથી માતેલા સાંઢની જેમ આવતા ટ્રક ન.ં જીજે–૨–ઝેડઝેડ–૬૫૩૧ના ચાલકે હિરેનભાઈના બાઈક હોન્ડા સાઈન ન.ં જીજે–૩–બીએસ–૮૯૫૩ ને ઠોકર મારતા હિરેનભાઈ ફંગોળાઈને નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતાં લોકો એકત્રીત થઇ ગયેલ તેઓએ ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલે ફરજ પરનાં ડોકટરે તેમને મૃત જાહેર કરતા પી.એમ. કરેલ શહેર પોલીસે મૃતકના ભાઈ પ્રતિકભાઇની ફરીયાદ પરથી અકસ્માત સર્જી ટ્રક મુકી નાસી છુટેલ ડ્રાયવર વિધ્ધ ગુન્હો નોંધેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech