રવિવારે સવાર- બપોરના સત્રમાં લેવાનારી યુપીએસસીની પરીક્ષા: પેપરો આવી ગયા

  • June 30, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પેપરો રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો



યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી રવિવારે રાજકોટમાં પ્રીલીમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવાર અને બપોરના એમ અલગ અલગ બે સત્રમાં બે પેપર રાખવામાં આવ્યા છે.



સતાવાર સાધનોના જણાવ્યા મુજબ ઈપીએફઓમા આસિસ્ટન્ટ કમિશનર, એન્ફોર્સમેન્ટ ઓફિસર અને એકાઉન્ટ ઓફિસરની ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે યુપીએસસીની આ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:30 થી 11:30 અને બપોરે બે થી ચાર વચ્ચે એમ અલગ અલગ બે પેપર લેવામાં આવશે. પહેલા પેપરમાં પરીક્ષાાર્થીઓની સંખ્યા 1984 અને બીજામાં 2168 છે. પરીક્ષાના પેપરો આવી ગયા છે અને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં રાખીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.



પરીક્ષાના અનુસંધાને ક્લાસ ટુ ઓફિસરોને ઇન્સ્પેક્ટિંગ ઓફિસર અને મદદનીશ સુપરવાઇઝર જેવી જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application