ઉપલેટા મામલતદારનો સપાટો: ૨૫ લાખનો લાઈમ સ્ટોન પકડી ત્રણ ટ્રક કબજે કર્યા

  • April 17, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકમાં ખાણખનીજ ખાતાની મીઠી નજરથી ભૂ-માફિયાઓ આઝાદ બની ગયા છે. આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાંથી સંપૂર્ણપણે કુદરતી ખનીજ (રેતી)ના જથ્થાને ગેરકાયદે કાઢી કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. ગણોદ, નાગવદર, મેખાટીંબી સહિતની જગ્યા ઉપર ભૂ-માફિયાઓ આઝાદ બની ખનીજચોરી કોઈનો ડર ન હોય તેવી રીતે કાઢી રહ્યા છે. છેક ઉપર સુધી ખાણખનીજ ખાતાને પ્રસાદ ધરવાથી કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. ખનીજચોરોની ફરિયાદોને લઈને ગઈકાલે રજાના દિવસે પણ મામલતદાર મહેશ ધનવાણી પોતાની ટીમ સાથે વોંચમાં રહી ડુમિયાણી ટોલનાકેથી ત્રણ ટ્રકો લાઈમસ્ટોન ભરેલા પકડી પાડયા હતા.


જામજોધપુર તરફથી આવી રહેલ જી.જે.૨૫-યુ.૯૮૨૭, જી.જે.૨૫-ટી.૯૦૦૫, જી.જે.૧૦-ટી.ટ.૯૧૮૫ને ઝડપી લઈ ડ્રાઈવરોની પૂછપરછ કરતાં આ ખનીજ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ભરી ધોરાજી પહોંચાડવાની હતી તેવી ડ્રાઈવરોની કેફિયતથી ખનીજની કોઈ પાસ પરમીટ ન હોય તેથી મામલતદાર ધનવાણીએ ૨૫ લાખ ૧૨ હજારનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસને સોંપી દઈ ખાણખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application