યુપી : રાયબરેલીમાં ભીષણ માર્ગ અકસ્માત, બેકાબુ લોડર ખાડામાં પલટી ગયું, 1 ડઝનથી વધુ ઈજાગ્રસ્ત

  • August 19, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે એટલે કે સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇસ્પીડ લોડરે કાબુ ગુમાવતા ખાડામાં પલટી ગયું હતું. આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને રાયબરેલી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.




આ અકસ્માત દાલમાઉ કોતવાલી વિસ્તારના કાન્હા પાસે થયો હતો. ઉન્નાવથી ભક્તો લોડરમાં ગંગા સ્નાન કરવા આવી રહ્યા હતા. રસ્તામાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે લોડર બેકાબૂ બનીને પલટી ગયું હતું.




ત્રણ લોકોની હાલત ગંભીર



આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને રાયબરેલી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application