રાજકોટ શહેર તથા જોડતા હરાઈવે માર્ગેા પર અવાર–નવાર જીવલેણ અકસ્માતો સર્જતા બેલગામ ડમ્પરો સામે કડક કાર્યવાહીના અભાવે કે પોલીસ, આરટીઓને ગાંઠતા ન હોય અથવા તો તંત્રની મીઠી નજર, મીલીભગત, ઘોર બેદરકારી, હાખોરી હોવાની માફક ઓવરલોડેડ આવા રેતી–કપચીના ડમ્પરો શું પોલીસના મહાપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે મુકાયેલા આઈ–વે પ્રોજેકટ સીસીટીવી કેમેરામાં પણ નહીં ઝડપાતા હોય? જેવા આક્ષેપો અને વેધક સવાલો સાથે આવા ડમ્પરો સામે કડક હાથે કામ લેવા કોંગ્રેસ દ્રારા માગણી ઉઠાવાઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ નગર સેવક અતુલ રાજાણી દ્રારા કરાયેલા આક્ષેપોમાં ડમ્પરો પોલીસ કમિશનરના જાહેરનામાના ધીયા ઉઠાવીને બેરોકટકપણે ખનન સાથે રેતી–કપચીના ટ્રકો શહેરના નાગરિકોના જીવ જોખમમાં મુકીને પુરપાટ દોડે છે. અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે.
ઓવરલોડિંગ ડમ્પરો પ્રવેશ પ્રતિબધં માર્ગેા પર સમય અને નિયમોનું ઉલ્લ ંઘન કરીને નીકળે છે. રેતી–કપચી રસ્તા પર ઉડતી હોય છે. કોઈપણ પ્રકારનું કપડું ઢાંકેલું હોતું નથી. નંબર પ્લેટો હોતી નથી. આવી ઉડીને આંખે વળગે તેવી ગંભીર બેદરકારી, નિયમભગં ક્ષતિઓ હોય છે છતાં સીસીટીવીમાં કેમ ઝડપાતા નથી તેવા બેધક સવાલ સાથે બન્નેએ નાગરિકોને પણ એક જ પ્રશ્ન હશે કે આ ફરિયાદ કરવી કોને?નો પ્રશ્ન ઉઠાવ્યો છે.
જાનમાલ, પ્રજાની સુરક્ષા અકસ્માતો અટકાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસક પક્ષે પણ નિર્દેાષ લોકોના જીવ જતાં અટકાવવા માટે જનહિતમાં આગળ આવવું જોઈએ આવા ઓવરલોડ ડમ્પરો એરપોર્ટ પોલીસ મથકની હદથી કુવાડવા રોડ પોલીસ મથક હદ થઈ આરટીઓ કચેરી પાસેથી પસાર થઈને શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રવેશે છે છતાં પોલીસ કે આરટીઓના કામ કોઈ કાર્યવાહી કરતા નથી પ્રશ્ન સાથે જો પ્રેજાની સુરક્ષા માટે કોંગ્રેસ આંદોલન કરશે તેવી પણ ગાયત્રીબા વાઘેલા તથા અતુલ રાજાણી દ્રારા ચીમકી ઉચ્ચારાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે
March 21, 2025 09:27 AMઅમેરિકાએ ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જારી કરી, વિઝા હોવા છતાં આ બધા લોકો થશે ડિપોર્ટ
March 20, 2025 11:37 PMગીર સોમનાથમાં મોટી દુર્ઘટના: માઢવાડ બંદરે દરિયામાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
March 20, 2025 11:35 PMકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી
March 20, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech