જૈનોની અભૂતપૂર્વ અહિંસક લડત: મહારેલી

  • January 02, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શત્રુંજય અને સમેત શીખરજીની રક્ષાની માગણી સાથે અમદાવાદ અને મુંબઈમાં મહારેલી બાદ આજે સૌરાષ્ટ્ર્રના જૈન સમુદાયનો બુલદં અવાજ: આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજીઓ પણ જોડાયા: કલેકટરને આવેદન




મુંબઈ ,અમદાવાદ બાદ રાજકોટ માં આજે શત્રુંજય અને સંમેતશિખર મહાતીર્થની રક્ષા ની માંગણી સાથે સમસ્ત જૈન સમાજની અભૂતપૂર્વ અહિંસક મહા રેલી નીકળી હતી. જૈન સમાજના બંને મહાતીર્થની રક્ષાના પોકાર સાથે સમસ્ત જૈન સમાજના ચારેય ફિરકાઓ અને આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીજીઓ આ રેલીમાં જોડાયા હતા.





રાજકોટના ચૌધરી હાઇસ્કુલ નજીક આવેલા મણીયાર જિનાલય ખાતેથી કલેકટર કચેરી ખાતે સફેદ વક્રોમાં સ થઈને શાંતિપૂર્વક આ મહા રેલી પહોંચી હતી કલેકટર કચેરીએ કલેકટરને મળીને જૈન સમાજના અગ્રણીઓએ મહા તીર્થ ની રક્ષા માટે બુલદં અવાજ સરકાર સુધી પહોંચાડવા લાગણી સાથે માગણી વ્યકત કરી હતી.





એક થી દોઢ કિલોમીટરની આ રેલીમાં જૈન સમાજના ભાવિકોએ જય આદિનાથ જય ગિરિરાજ ના જય ઘોષ સાથે શત્રુંજય મહાતીર્થના એક એક કણમાં અમારા તીથકરો વસે છે. અમારા માટે આ પથ્થર નથી પણ પવિત્ર ભૂમિ છે. તેવા જય ઘોષ સાથે નીકળી આ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી અને જૈન સમાજની એકતા અને સંગઠન શકિત નું પ્રદર્શન કરી અભૂતપૂર્વક અહિંસક લડત દ્રારા સરકાર સુધી અવાજ પહોંચાડો હતો.





ગઈકાલે મુંબઈ અને અમદાવાદ ખાતે લાખોની સંખ્યામાં જૈન ભાવિકોની હાજરીમાં વિશાળ રેલી નીકળી હતી અને અમદાવાદ ખાતે ૪૦૦૦૦ ભાવિકો આ રેલીમાં ઉમટા હતા. આ રેલીમાં આચાર્ય વિજય રત્ન સુંદર સૂરીજી અને આચાર્ય ભગવતં મહાબોધસુરીજી એ વિશાળ જનમેદની ને ગજાવી હતી.



આજે રાજકોટમાં સમસ્ત જૈન સમાજના નેજા હેઠળ નીકળેલી રેલીમાં જૈન સમાજના અગ્રણીઓ જીતુભાઈ ચાવાળા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવીણભાઈ કોઠારી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રાજુભાઈ કામદાર, બીપીનભાઈ, પંકજભાઈ કોઠારી સહિત અનેક આગેવાનો અને હજારોની સંખ્યામાં જૈનો ઉમટા હતા.



જૈન સમાજ શાંત છે આક્રમક નથી એટલે જ રેલી યોજી સરકાર સમક્ષ વાત પહોંચાડી: આચાર્ય વિજય રત્ન સુંદર સુરીજી


આચાર્ય વિજય રત્ન સુંદર સૂરીજીએ કે કાલે અમદાવાદ ખાતે જૈન સમાજને સંબોધતા જણાવ્યું હતું કે સમાજ શાંત છે આક્રમક નથી એટલે જ રેલી યોજીને સરકાર સમક્ષ વાત પહોંચાડવાની છે.
હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ કરવાનું બાકી છે આ બાબતે તેમણે જણાવ્યું હતું કે સરકારે સમક્ષ અને ૧૯ મુદ્દા મૂકયા હતા જેની સામે સરકારે ત્રણ મુદ્દાઓ સ્વીકારી લીધા છે યારે ૧૬ મુદ્દાઓની રજૂઆત હજુ બાકી છે. પવિત્ર પાલીતાણાની તીર્થભૂમિ પર અસામાજિક તત્વોએ પ્રહાર કરીને પાપ કયુ છે. અમને વિશ્વાસ છે કે સરકાર દ્રારા જલ્દીથી આ પ્રશ્નનો હલ થઈ જશે. કોમી શાંતિને હણી રહેલા આવા તત્વો સામે સરકાર દ્રારા પગલાં ભરવા જોઈએ અને તેમને યોગ્ય દડં કરવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તેઓ બીજી વખત આવું કૃત્ય ન આચારે.

ગિરિરાજ પર દાદા ચાલશે...નહીં કે દાદાગીરી; આચાર્ય મહાબોધિ સુરીજી



ગઈકાલે અમદાવાદ ખાતે નીકળેલી વિશાળ મૌન રેલી બાદ કલેકટર કચેરી ખાતે જ સભા સંબોધવામાં આવી હતી જેમાં આચાર્ય મહાબોધ સુરીજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ રેલી સરકારની વિરોધી નથી, સરકારને અમે વિનંતી કરીએ છીએ. પાલીતાણા ખાતે શત્રુંજય પર્વતની ગીરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી રહ્યો છે તેનું કાયમી ધોરણે ઉકેલ લાવવા તેમજ ગોચર અને પડતર વગેરે જગ્યામાં ગેરકાયદેસર રોજ દબાણ કરીને મકાનો બનાવવામાં આવ્યા છે તે અટકાવવા અને દૂર કરવા માટે અમારી નમ્ર વિનંતી છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે ગિરિરાજ પર દાદા ચાલશે. દાદાગીરી નહીં... આ તીર્થધામ ના એક પણ પથ્થર અમારા માટે પથ્થર નથી પરંતુ અમારા તીથકરો નો વાસ છે.



ગિરિરાજનો એક એક કણ મારા માટે ભગવાન છે: એડવોકેટ કમલેશ શાહ
એડવોકેટ અને જૈન શ્રેી કમલેશ શાહે જણાવ્યું હતું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ અને ખાતરી પણ છે કે, ટૂંક સમયમાં વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે પગલાં ભરાશે. ગેરકાયદેસર રીતે તીર્થધામનું ખનન થઇ રહ્યું છે. અસામાજિક તત્વોએ પવિત્ર ભૂમિ પર ખોટા કામો શરૂ કર્યા છે. આજે રાજકોટમાં નીકળેલી મહારેલીમાં સમગ્ર સમાજ સ્વયંભૂ રીતે જોડાયો હતો.



તીર્થધામની રક્ષાનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી અહિંસક લડત ચાલુ: પ્રવીણ કોઠારી
જૈન સમાજના અગ્રણી પ્રવીણભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે ગિરિરાજ ધામ અને સંમેત શીખરજી જૈન સમુદાયનું હૃદય છે અને આ હૃદય પર પ્રહાર કરવામાં આવ્યો છે અમુક અસામાજિક તત્વો દ્રારા જૈન સમાજની શાંતિ અને કસોટી લેવાઈ રહી છે. પાલીતાણા તીર્થ ખાતે દર વર્ષે દેશ વિદેશોમાંથી લાખો ભાવિકતા હોય છે અને મોટાભાગના પરિવારો નો જીવન નિર્વાહ આ ભાવિકો પર રહેલો છે. અમુક અસામાજિક તત્વો દ્રારા આ શાંતિ હણી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે જૈન સમાજ સાખી નહીં લે. યાં સુધી તીર્થધામની રક્ષા નો પ્રશ્ન નહીં ઉકેલ આવે ત્યાં સુધી આ અહિંંશક લડત ચાલુ રહેશે.



સમગ્ર દેશનું જૈન પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળશે:મહેન્દ્ર શાહ
સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ એ જણાવ્યું હતું કે, જૈન સમાજના બંને પવિત્ર મહા તીર્થની રક્ષા માટે સૌરાષ્ટ્ર્ર અને ગુજરાત સહિત દેશભરમાં અહિંસા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિશાળ મૌન રેલીને સફળતમ પ્રતિસાદ મળ્યો પણ છે અને હજુ પણ પાલીતાણા ખાતે શત્રુંજય તીર્થ નું જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને છાશવારે અસામાજિક તત્વો દ્રારા ઊભી કરવામાં પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે અમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે બ મળવાનો સમય માગ્યો છે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી સાથે એક બ મુલાકાત થશે જેમાં ગુજરાત ઉપરાંત મુંબઈ, ચેન્નાઇ, કોલકત્તા, બેંગ્લોર સહિત જૈન સમાજના પ્રતિનિધિઓ હાજરી આપસે અને આ બેઠક દરમિયાન ગિરિરાજ ની પવિત્રતા અને સુરક્ષાના મુદ્દાઓને લઈને નિવારણ લાવવા માટે અમે ભારપૂર્વક રજૂઆત કરીશું.



ફીરકાવાડ ભૂલાયો અને સમસ્ત સમાજએ એકતા બતાવી:સી.એમ.શેઠ
રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ એ જણાવ્યું હતું કે આજે રાજકોટ ખાતેથી સમસ્ત જૈન સમાજની અભુતપૂર્વ ઐતિહાસિક કરેલી નીકળી હતી. રાજકોટમાં જૈન સમાજના અલગ અલગ ફિરકા છે તેમ છતાં જૈન સમાજના તીર્થની રક્ષા માટે આજે એક સાથે તમામ ફીરકાઓ એકતાના તાંતણે બંધાયા હતા અને તમામ જૈન એ સંગઠન શકિતનું અભૂતપૂર્વ પ્રદર્શન બતાવ્યું હતું. આજની રેલીમાં દેરાવાસી, દિગંબર, સ્થાનકવાસી સહિત તમામ ફિરકામાંથી શ્રાવકો સ્વયંભૂ ઉમટી પડા હતા.



પોલીસ કાફલા વિના સંયમ અને શાંતિથી રેલી  નીકળી,અહિંસાનું શ્રે ઉદાહરણ:મયુર શાહ
રાજકોટ જૈન સમાજના અગ્રણી મયુર શાહે જણાવ્યું હતું કે, શિસ્ત અને સંયમ સાથે રાજકોટમાં વિશાળ મહારેલી નીકળી હતી. દરેક સમાજની રેલીમાં પોલીસ કાફલાની જરત પડે છે યારે આજની આ મહારેલીમાં પોલીસ પ્રોટેકશન ની જર ના પડી ને જૈન સમુદાયએ શાંતિ અને અહીંસાનું શ્રે દ્રષ્ટ્રાંત આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application