વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી : રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કર્યું, માનસિક દિવ્યાંગોને ગરમ ધાબળાનું વિતરણ, શહીદોને પાઠવાઈ શ્રદ્ધાંજલિ

  • February 14, 2023 06:23 PM 

આજે સમગ્ર વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. ત્યારે વૃધ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, માં-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે. ત્યારે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિધાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવિ પેઢીના માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી વિરાણી હાઈસ્કૂલના પ્રાથના ખંડમાં માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને બે મીનીટનું મોન પાળી શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. વિધાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ ન કરે તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. તેમજ વિધાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા બ્રહ્મદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું. વિધાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી તેમજ પ્રદક્ષિણા ફરી અને આર્શિવાદ મેળવ્યા હતા. આ ઉપરાંત 65 જેટલા માનસિક દિવ્યાંગજનોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેનર પર રાષ્ટ્રભાવના અંગેના પોતાના વિચારો લખ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application