અનોખી માન્યતા, “મગરોમાં વસે છે અમારા પૂર્વજો, તળાવમાં તેમની સાથે તરતા પણ અમે નથી અચકાતા”

  • June 08, 2023 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો મગરનું નામ આવે, તો મોટાભાગના લોકો વિચારે છે કે તે એક ભયાનક પ્રાણી છે, જેની નજીક જવાનું પણ કોઈ સાહસ કરે તેમ નથી. મગરને વિશ્વના સૌથી ભયંકર શિકારીઓમાંનો એક ગણવામાં આવે છે. એકવાર શિકાર તેમની પકડમાં આવી જાય પછી તે છટકી શકતો નથી. પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યા છે જ્યાં તેમને પવિત્ર માનવામાં આવે છે. પૂજા થાય છે, આમ તો ભારતમાં પણ મગરને દેવીના વાહન તરીકે પૂજવામાં આવે છે. પણ માનવું મુશ્કેલ છે, કે એક પ્રજાતિ માને છે કે આ મગરોમાં પૂર્વજોની આત્માઓ રહે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આફ્રિકન દેશ ઘાનામાં, પાગા નગરમાં એક તળાવ છે, જેમાં 100થી વધુ મગર છે. આમાંથી ઘણાની ઉંમર 80 વર્ષ સુધીની છે. સ્થાનિક લોકોના મતે આ મગરોમાં પૂર્વજોની આત્માઓ રહે છે. જો તેમને જગાડવા હોય તો તેમની સામે માત્ર એક જીવતો કૂકડો જ રાખવો પડે છે, એટલે કે પૂજા કરવી પડે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીંના લોકો આ મગરોની સાથે જ રહે છે. તેમની વચ્ચેનો સંબંધ એક-બે વર્ષનો નહીં પરંતુ 600 વર્ષ જૂનો છે. મગર માણસો સાથે પરિવારના સભ્યોની જેમ રહે છે. તેઓ ખુલ્લા વાતાવરણમાં ફરે છે અને તળાવમાં તરવાનું ચાલુ રાખે છે.


સ્થાનિક લોકોના મતે, જો તમે મગર સાથે વાત કરો છો, તો તે ધ્યાનથી સાંભળે છે. જો તમે ચાલતા હોવ અને તમે તેને સૂવા માટે કહો, તો તે સૂઈ જશે. દરેક કુટુંબમાં તેના પોતાના મગર હોય છે, અને તેઓને તેમના પૂર્વજો ગણવામાં આવે છે. પિયર કેબોર નામના એક વ્યક્તિએ કહ્યું - અમે નાના હતા ત્યારે મગરો સાથે રહેવાની આદત થઇ ગયી હતી તેમની સાથે અમે પાણીમાં આરામથી તરતા હતા. 
​​​​​​​

માત્ર પાગા જ નહીં, પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં પણ તમને આવો જ નજારો જોવા મળશે. અહીં તમને બાજુલે નામના ગામમાં ઘણા મગર જોવા મળશે. એવું કહેવાય છે કે 14મી સદી પહેલા આ ગામમાં કોઈ રહેતું ન હતું. ત્યારે દુષ્કાળ ચરમસીમાએ હતો. પરંતુ એક દિવસ મગરોનું ટોળું એક મહિલા સાથે તળાવ પાસે પહોંચી ગયું. અને ત્યારબાદ અહીના તળાવ નજીક તેઓ રહેવા લાગ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application