કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીએ ભાવનગર શહેર જિલ્લા સંગઠન સાથે પરિચય બેઠક

  • August 12, 2023 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને અગિયાર વર્ષ પૂર્ણ થયા.


આજથી અગિયાર વર્ષ પહેલાં ૧૧ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી પધારેલ. તે ઘટનાને અગિયાર વર્ષ પૂર્ણ થયે, આજે તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ભાવનગર શહેર ભાજપ કાર્યાલયની મુલાકતે કેન્દ્રી આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાજી ઉપસ્થિત રહ્યા હતા, 


અને શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ તેમજ જિલ્લા અધ્યક્ષ શ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં  જિલ્લા તેમજ મહાનગર સંગઠન સાથે પરિચય બેઠક કરી હતી, જેમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા, જીલ્લા મહામંત્રી સી. પી. સરવૈયા, રાજુભાઈ ફાળકી,ભરતભાઈ મેર, મેયર કિર્તીબેન દાણીધરીયા, ડે. મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જીલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


તદ્ઉપરાંત આગામી અગત્યના કાર્યક્રમો અંગેની એક ઝૂમ બેઠક યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી  શિવ પ્રકાશજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી તથા ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં શહેર અઘ્યક્ષ અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા તેમજ વિભાવજન વિભિષિકા દિવસના ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ગોહિલ,  ભાવેશભાઈ વોરા અને શૈલેષભાઈ હુંબલ આ ઝૂમ બેઠકમાં જોડાયા હતા, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application