સિક્કાની સરકારી હાઈસ્કૂલમાં ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થપાયો

  • June 12, 2023 10:12 AM 

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ હંમેશા પોતાના વ્યવસાયમાં વૃદ્ધિ કરવાની સાથે-સાથે લોકોની આકાંક્ષાઓને ધ્યાને લઈને સંલગ્ન સ્થાનિક વિસ્તારની  પ્રાથમિકતા , જિલ્લા વહીવટીતંત્ર , રાજ્ય અને સમગ્ર રાષ્ટ્ર માટે લાંબાગાળાના સામાજિક મૂલ્યનિર્માણને સુનિશ્ચિત કરવાનું  ધ્યેય રાખે છે. સિક્કા ખાતે સન ૨૦૧૯માં બનાવેલી હાઈસ્કૂલમાં તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ  શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ શાળાના બિલ્ડિંગને ગ્રીન બિલ્ડીંગ બનાવાયું છે.


રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા સન 2019 માં સિક્કા નગરપાલિકાની સહભાગિતામાં વિજ્ઞાન શિક્ષણ, ડિજિટલ  સાક્ષરતા, રમતગમત, શાળા સલામતી (CCTV) વગેરેની સુવિધાઓ સાથે બનાવેલ લર્નિંગ ફ્રેન્ડલી બિલ્ડીંગ હાલ કાર્યરત છે.


તાજેતરમાં આ શાળા ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે તે માટે  રિલાયન્સ દ્વારા  6 kW સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરીને શાળાને ગ્રીન બિલ્ડીંગ બનવામાં મદદ કરી છે. આ સાથે   ધોરણ 11 ની શરુઆત થતાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને કન્યાઓ માટે ઘરઆંગણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવું વધારે સુલભ બનશે.  


જામનગરમાં રિલાયન્સ દ્વારા બે દાયકા કરતાં વધુ સમયથી લોકસેવા અને સામુદાયિક વિકાસની પ્રવૃત્તિ ચાલી રહી છે.  ગ્રામીણ વિસ્તારોના સામાજિક વિકાસની અસમાનતાઓને દૂર કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તે માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ખૂબ  મહત્વની છે.  આ બાબતોને નજર સમક્ષ રાખીને ધનરાજ નથવાણીએ જિલ્લા અને રાજ્યના ભાવિની આકાંક્ષાઓને પૂર્ણ કરવા  માટે  ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ , કન્યાકેળવણી,  શ્રેષ્ઠ આરોગ્યસંભાળ અને પોષણની ઉપલબ્ધિ કરવાના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપી છે.


આમ, રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના પ્રયાસોને સિક્કાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ , સિક્કા નગરપાલિકા અને સિક્કાની જનતાના સહિયારાં સમર્થનથી મળેલું પરિણામ આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મહત્વનું સિધ્ધ થશે...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application