ઉનાના નવાબંદર દરિયામાં કરંટ, ઝુંપડપટ્ટીના લોકોની સલામતી માટે શાળા, ગામના ચોરામાં વ્યવસ્થા

  • June 09, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ઉનાના નવાબંદર દરિયા કાંઠે ૨ નંબરનું સીગ્નલ લગાવામાં આવ્યુ છે. અને દરીયામાં અંદર કરંટ હોય જેથી દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. પરંતું વાવાઝોડા ઉના તાલુકાના દરિયા કાંઠા વિસ્તારને અસર કરે તો માછીમારો ખેડૂ તેમજ ખેડૂતોને ભારે નુક્સાન થવાની પૂરેપૂરી સંભાવના માછીમારોએ વ્યક્ત કરી હતી. હાલ નવાબંદર દરિયા કાંઠે નાની મોટી ૭૦૦ થી વધું બોટો તેમજ સૈયદ રાજપરા બંદર કાંઠે ૬૦૦ જેટલી બોટો લંગારી દેવામાં આવી છે. નવાબંદર મરીન પોલીસ તેમજ ફિશીરીઝ દ્રારા બિપરજોય વાવાઝોડુ સક્રિય થયેલ હોવાથી જે આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડાને લઇ માછીમારોએ આગામી દિવસોમાં જાનમાલની હાની ન થાય તેની તકેદારી રાખવા ફિસીરીઝ ઓફીસ બહાર સુચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યુ છે.

નવાબંદર મત્સ્ય અધિકારી ઓફિસ બંધ હાલતમાં
વહીવટી તંત્ર એલર્ટ હોય અને તાલુકાના અધિકારીઓ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવેલ છે. પરંતુ નવાબંદરમાં રામ રાજ્ય પ્રજાસુખી જેવો ઘાટ સર્જાયેલ હોય તેમા બપોરના સમયે મત્સ્ય અધિકારીની કચેરી અંદાજીત એક કલાકથી વધુ સમયથી આ ઓફીસ બંધ હાલતમાં જોવા મળી હતી.

સલામતી માટે શાળા, ગામના ચોરામાં વ્યવસ્થા કરી: સરપંચ
સરપંચ સોમવારભાઇ મજીઠીયા એ જણાવે કે નવાબંદર મરીન પોલીસ અને ફિશરીઝ દ્વારા જાણ કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થાય છે. જેથી વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે વ્યવસ્થા કરવા અને તકેદારી રાખવા જણાવેલ હતું. સરપંચે વધુમાં જણાવેલ કે તોકતે વાવાઝોડામાં તો ભારે નુક્સાન થયું હતું. ત્યાં આ વખતે ફરીવાર વાવાઝોડું આવે તો અતિભારે નુક્સાન થવાની સંભાવના વ્યકત કરી હતી. હાલ સરપંચે માછીમાર આગેવાનો ગામ લોકો સાથે મિટિંગ બોલાવી હતી. 

ત્યાં બીજુ વાવાઝોડું માથે આવ્યું: માછીમાર આગેવાન
નવાબંદર ગામના માછીમાર આગેવાન મોહનભાઇએ જણાવેલ કે હાલ તો માછીમારીની સીજન બંધ છે. પરંતુ જો વાવઝોડુ આવે તો માછીમારોની કફોડી પરીસ્થિતી થાય કેમ કે પાર્કિગ કરેલી બોટો છે તે બધી ભાંગી પડે જેમ અગાઉ બે વર્ષ પહેલા આવેલા તોકતે વાવાઝોડામાં ભારે નુકસાની થઇ હતી. અને માછીમારોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application