પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીનો આ એપાર્ટમેન્ટ 55 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં : કોર્ટ
ભાગેડુ નીરવ મોદીને લંડન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીનો લંડનમાં આવેલ લક્ઝરી એપાર્ટમેન્ટ વેચવાની મંજૂરી આપી છે. નીરવ મોદીનો આ આલીશાન બંગલો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો છે. તે પોતાના પરિવાર સાથે આ બંગલામાં રહેતો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે આ નિર્ણય આપ્યો હતો. નીરવ મોદીનો આલીશાન બંગલો જેને લંડન હાઈકોર્ટે વેચવાનો આદેશ આપ્યો છે તે 2017માં એક ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.
હરીશ સાલ્વે આ કેસમાં ઇડી વતી હાજર થયા હતા જ્યારે નીરવ મોદી બ્રિટનની થેમસાઈડ જેલમાંથી ઓનલાઈન જોડાયો હતો. સિંગાપોરની એક કંપની ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ પણ આ કેસમાં દાવેદાર છે. આ કંપનીએ 103 મેરેથોન હાઉસ વેચવાની પણ માંગ કરી હતી. બીજી તરફ, ઇડીની દલીલ એવી છે કે આ બંગલો વેચ્યા બાદ મળેલી રકમનો ઉપયોગ પંજાબ નેશનલ બેંકની લોન ચૂકવવા માટે થવો જોઈએ કારણ કે પંજાબ નેશનલ બેંકમાં મોટા પાયે છેતરપિંડીની રકમથી ટ્રસ્ટની મિલકત ખરીદવામાં આવી છે.
નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. ઇડી અને સીબીઆઈએ તેની સામે ઘણા કેસ દાખલ કર્યા છે અને તેને દિલ્હી લાવવાનો પ્રયાસ કરી રહી છે. 2018માં તેણે પંજાબ નેશનલ બેંકમાંથી લગભગ 14 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. બેંકમાં પૈસા પરત કર્યા વગર તે બ્રિટન ભાગી ગયો હતો. આ પછી પીએનબીએ નીરવ મોદી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
ભારતે તેના પ્રત્યાર્પણની માંગ કરી છે. નીરવ મોદીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. 2021 માં, બ્રિટનના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. 2022માં નીરવ મોદી પણ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગયો હતો. આ મામલો હાલમાં લંડન હાઈકોર્ટમાં છે. આ મહિનાની શરૂઆતમાં, હાઈકોર્ટના અન્ય એક ચુકાદામાં નીરવ સાથે જોડાયેલ દુબઈ સ્થિત કંપની - ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈને બેંક ઓફ ઈન્ડિયાને બાકી યુએસડી 8 મિલિયનથી વધુની લોન ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech