ચાલુ વાહને થુંકવા બાબતે બે યુવાન પર છરી-ધોકા વડે હુમલો

  • July 17, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫૦ ફૂટ રિંગરોડ પર ફોર્ચ્યુન હોટલ પાસેની ઘટના: ધોકો મારી રિક્ષાનો કાચ ફોડી નાખ્યો



શહેરના 150 ફૂટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ પાસે રસ્તા પર ચારેક યુવાને રીક્ષામાં જઇ રહેલાબે યુવાનો સાથે થુકવા મામલે ઝઘડો કર્યા બાદ રીક્ષા આંતરી બંને પર છરી વડે હુમલો કરી રીક્ષામાં તોડફોડ કરી નાસી ગયા હતાં.આ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ભાવનગર જિલ્લાના રતનપર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સત્યરાજસિંહ રમેશસિંહ ગોહિલ(ઉ.વ.23) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ડબલ સવારી એકટીવામાં અને ડબલ સવારી બાઇકમાં આવેલા શખસોના નામ આપ્યા છે. સત્યરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ અને તેમના શેઠના ભાઇ ભગીરથસિંહ બંને શનિવારે ભાવનગરથી ટ્રકમાં લોખંડ ભરી રાજકોટ આવ્યા હતા અને રાજકોટમાં આવેલ કિસાન કાંટા નજીક ટ્રકમાં રહેલો લોખંડનો માલ સામાન ઉતાર્યો હતો અને ટ્રક આજીડેમ ચોકડી પાસે પાર્ક કરીને રાખી દીધો હતો.



ત્યારબાદ બીજા દિવસે રવિવારે સાંજના સમયે તેઓને કપડાની ખરીદી કરવી હોય જેથી બંને મિત્રો કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ખરીદી કરવા ગયા હતા ત્યાંથી ખરીદી કરી બંને બહાર નીકળી આજીડેમ ચોકડી આવવા રીક્ષા ભાડે કરી હતી ત્યારે ક્રિસ્ટલ મોલ પાસે તેમાંથી સત્યરાજસિંહે થુંકતા પાછળ આવી રહેલા ડબલ સવારી એક્ટિવાના ચાલકે ચાલુ વાહને જ માથાકૂટ કરી હતી અને તેમના સાગરીતોને બોલાવી અમારો પીછો કરી ફોર્ચ્યુન હોટલ પાસે આંતરી બંને પર છરી વડે હુમલો કર્યો હતો અને ચાલકની રીક્ષામાં આગળનો કાચ ફોડી નુકશાન કર્યું હતું.આ બનાવમાં સત્યરાજસિંહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૪૨૭,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application