મુંગણી ગામમાં બે યુવાન પર ધોકા છરીથી હુમલો

  • August 08, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાબેના મુંગણી ગામમાં અગાઉ કરેલી ફરીયાદ પરત ખેંચી લેવાના મામલે ગામમાં રહેતા બે ગરાસીયા શખ્સોએ ઉશ્કેરાઇને યુવાનને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ધોકા વડે માર માર્યો હતો આ વેળાએ વચ્ચે પડેલા એક યુવાનને હાથના ભાગે ફ્રેકચર સહિતની ગંભીર ઇજા થઇ હતી. 


જામનગર તાલુકાના મુંગણી ગામ, ગાગવા રોડ ખાતે રહેતા અશોક કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૮)એ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં મુંગણી ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભિખુભા કંચવા તથા સુખદેવસિંહ તખુભા કંચવા આ બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ કરી હતી.


ફરીયાદીના ભાભી દિવ્યાબેને અગાઉ બંને આરોપીના કુટુંબીઓ પર એટ્રોસીટીની ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખીને ફરીયાદી મોટરસાયકલ લઇને ગઇકાલે મુંગણી પાણીના ટાંકા પાસેથી નીકળેલ હોય જેને આરોપીઓ જોઇ જતા બાઇક ઉભુ રાખી અશોકને અપશબ્દો કહી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો ઉચ્ચારી, અમારા વિરુઘ્ધમાં કેસ કરેલ છે એ પાછો ખેચી લેજો નહીંતર જાનથી મારી નાંખશું તેવી ધમકી દઇ ધોકા વડે હુમલો કરીને ફરીયાદીને મુંઢ ઇજા કરી હતી તથા એક આરોપી
​​​​​​​એ છરીનો ઘા મારવા જતા સાથે રહેલ રવિરાજસિંહે વચ્ચે પડતા તેને હાથની આંગળીઓમાં ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application