ન્યારી ડેમ પાસે પીસીઆર ચાલક પર બે ટ્રક ડ્રાઇવરનો ધોકાથી હુમલો

  • February 17, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અટલ સરોવર પાસે ટ્રક ચાલક અને એકસેસ ચાલક વચ્ચે માથાકૂટ થઇ હોય કોલ આવતા સમજાવવા ગયા હતાં: આ બાબતનો ખાર રાખી હુમલો કર્યો



શહેરની ભાગોળે કાલાવડ રોડ પર ન્યારી ડેમ જવાના રસ્તા પાસે રાત્રીના પોલીસની પીસીઆરના ચાલકને બે ટ્રક ડ્રાઇવરે ધોકા વડે મારમાર્યો હતો.અટલ સરોવર પાસે ટ્રક ચાલકને એકસેસ ચાલક સાથે હોર્ન વગાડવા મામલે માથાકૂટ થઇ હોય તે સમયે કોલ આવતા સમજાવવા ગયા હોય તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.પોલીસે એક ટ્રક ડ્રાઇવરને બનાવસ્થળે જ ઝડપી લીધો હતો જયારે અન્ય ચાલકની શોધખોળ શરૂ કરી છે.



બનાવની જાણવ મળતી વિગતો મુજબ,પીસીઆર ચાલક રવિરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા(ઉ.વ ૨૨ રહે. ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં.૨) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક ચાલક નીતિન હરેશભાઇ ચાવડા અને નીતિન ચૌહાણના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ,ફરિયાદી રવિરાજસિંહ હેડ કવાર્ટર એમ.ટી વિભાગમાં આઉટ સોર્સ કર્મચારી તરીકે ડ્રાઇવર તરીકેની નોકરી કરે છે.ગઇકાલે તે યુનિવર્સિટી પોલીસ મથકની પીસીઆરમાં ડ્રાઇવર તરીકે ફરજ પર હતો તેમની સાથે કોન્સ. સંજયદાન વિષ્ણુદાન ગઢવી ફરજ પર હતાં.



રાત્રીના ૯.૩૦ આસપાસ કોલ આવ્યો હતો કે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર ટ્રકચાલક અને એકસેસ ચાલક વચ્ચે હોર્ન વગાડવા મામલે માથાકૂટ થઇ હતી.જેથી અહીં પહોંચતા અહીં બંને વચ્ચે સામાધાન થઇ જતા અને કોલ કરનાર એકસેસ ચાલકને કોઇ ફરિયાદ કરવી ન હોય પીસીઆર લઇ પટ્રોલીંગમાં નીકળી ગયા હતાં.ન્યારી ડેમ જવાના રસ્તે પહોંચતા અહીં પીસીઆર ઉભી રાખી હતી.દરમિયાન આ ટ્રક ચાલક તથા અન્ય ટ્રક ચાલક હાથમાં ધોકો લઇને આવતા ફરિયાદી સમજાવવા જતા તેના પર ધોકા વડે હુમલો કર્યો હતો.દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ તુરંત આવી ગયો હતો અને એક ટ્રકચાલકને ઝડપી લીધાો હતો જયારે એક નાસી ગયો હતો.પકડાયેલા ટ્રક ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ નીતિન હરેશભાઇ ચાવડા જણાવ્યું હતું જયારે નાસી ગયેલો નીતિન ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. કોલ સમયે ફરીયાદી સમજાવવા ગયા હોય ત્યારે બોલાચાલી થઇ હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.આ મામલે પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૩૨,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application