ઉના તેમજ તાલાલામાંથી દેશી બંદૂક સાથે બે શખસ ઝડપાયા

  • December 11, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના વાવરડા ગામથી કાંધી ગામ જતા રસ્તા ઉપર કેનાલ નજીક સીમ પાસેથી સોહીલ ઉર્ફે છોટુ અહેસાન ઉનડજામ રહે,ઉમેજ, પાસેથી તેમજ તાલાલાના માધુપુર-જશાધાર રોડ કેનીંગ વાડી કટીંગ નામની ધાર વિસ્તાર પાસેથી જુનેદ ઉમરભાઈ કિરોલદલ, (રહે. જશાધાર, તા. તાલાલા) બન્નેને પરવાના વગર અલગ અલગ બે દેશી જામગરી બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.



ગીર સોમનાથ પોલીસ આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ યોજાનાર હોઇ, જેને અનુલક્ષીને રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ ગે.કા.શસ્ત્રોના ઉપયોગ, સંગ્રહ, ઉત્પાદન, હેરાફેરી, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અધિક પોલીસ મહાનિદેશ, એ.ટી.એસ. અને કોસ્ટલ સિકયુરીટી ગુ.રા.અમદાવાદ તરફથી ખાસ ડ્રાઇવ રાખવામાં આવી રહી છે. જયાં અને પરવાના વગરના હથીયાર પકડી પાડવા તેમજ જુદા-જુદા સોશ્યલ મિડીયામાં હથીયાર સાથેના વિડીયો, ફોટો મુકી લોકોમાં ભય ફેલાવા શખ્સોને પકડી પાડવા સુચના આપી છે. 


ઉપરોક્ત કામગીરીમાં ગીરસોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. આર.એચ.મારૂ, કે.પી.જાદવ, નરવણસિહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, સુભાષભાઇ ચાવડા, દેવદાનભાઈ કુભારવડીયા, ઇબ્રાહીમશા બાનવા, ગોવિંદભાઇ રાઠોડ, ભુપતગીરી મેઘનાથી, ગોપાલભાઈ મોરી, સલીમભાઈ મકરાણી, પ્રકાશભઇ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, મેહુલસિહ પરમાર વગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application