જામનગરમાં વાહનો ભાડે રાખવાના બહાને ચિટીંગ કરતા બે શખ્સ ઝબ્બે

  • March 10, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વાહનો ભાડેથી મેળવવાના બહાને જુદા જુદા બે વાહનો મેળવી લઈ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ૧૧ લાખની કિંમતના બે વાહનો કબજે કર્યા છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં મોરકંડા રોડ પર રહેતો આશીફ યુનુશભાઈ ખફી, તેમજ સત્યમ કોલોની વિસ્તારમાં રહેતો અને વાહનોની લે-વેંચ કરતો મનોજ ઉર્ફે રાજુ તુલસીભાઈ જેઠવાણી કે જે બંને લીંબડીમાં પોતાને રોડના કોન્ટ્રાક્ટનું કામ મળ્યું છે, અને વાહનો ભાડે રાખવા છે. તેમ જણાવી જામનગરની જુદી જુદી બે વ્યક્તિઓ પાસેથી બે કાર ભાડેથી મેળવી હતી. જેની ભાડા ની રકમ આપી ન હતી, ઉપરાંત બંને વાહનોને અલગ જગ્યાએ ગીરવે મૂકી દઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
જે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમથકમાં લઈ જવાયો હતો.


અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવ્યા પછી સીટી સી. ડિવિઝનના પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ બરબસીયા અને સ્ટાફ દ્વારા અલગ ટીમ બનાવી તપાસમાં હતા ત્યારે સ્ટાફના ફૈઝલ ચાવડા, મહેન્દ્રસિંહ ચાવડા, યુવરાજસિંહ જાડેજાને હકીકત મળી હતી જેના આધારે પોલીસે આરોપી બુરહાની પાર્કના આશીફ  યુનુસ ખફી તેમજ સત્યમ કોલોની પરિવાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનોજ ઉર્ફે રાજુભાઈ તુલસીભાઈ જેઠવાણીની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ૧૧ લાખની કિંમતની  બે અર્ટિગા કારનં જીજે૧૦ડીજે-૯૧૦૧ અને જીજે૧૦ડીઇ-૪૪૯૮ કબ્જે કરી લેવામાં આવી છે, અને બંનેની વધુ પૂછપુરછ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application