ઉનાના વાવરડા ગામે સબમર્શીબલ પાણીની મોટર ચોરી કરનાર બે ઝડપાયા

  • December 20, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊનાના વાવરડા ગામે કુવામાંથી પાણી કાઢવાની સબમર્શીબલ મોટર ચોરી અગાઉ થઇ હતી. ચોરીમા સંડોવાયેલા બે શખ્સોને સબમર્શીબલ મોટરના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. 
ઉના પી.આઈ..એન.કે. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉના પો.સ્ટેમા ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના હેઠળ સર્વેલન્સ સ્કોર્ડની ટીમ બનાવી ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપી હતી. અને સર્વલન્સ સ્કોડના પીએસઆઇ સી.બી.જાડેજા, એ.એસ.આઇ ધમેન્દ્રસિંહ પરમાર, પ્રદિપસિંહ રાયજાદા, ભાવેશભાઇ ખસીયા, રાહુલભાઈ છેલાણા, નલીનભાઈ સોલંકી, વિજયભાઇ હાજાભાઇ રામ, તેમજ કનુભાઈ નાજાભાઇ વાઢેર ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન  સંયુક્ત બાતમી આધારે બે કોથળામાં વાવરડા ગામે કુવામાથી ચોરી થયેલ પાણી કાઢવાની સબમર્શીબલ મોટરો લઇ ઉના શહેરમાં રોકડીયા હનુમાન ચોકડી પાસે ઉભેલા હતા. અને આ બે શખ્સોની પુછપરછ કરતા તેની પાસે રહેલા કોથળાઓમા તપાસ કરતા કુવામાથી પાણી કાઢવાની મોટરો જોવા મળી હતી. આ મોટરની ચોરી કરનાર ભીમા કાળુ બારૈયા તેમજ ધરમ ગદુ ગોહીલ રહે. વાવરડા આ બન્ને શખ્સોએ કુવા માંથી મોટર ચોરી કરી હોવાની કબુલાત કરતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ મોટર ચોરી કરનાર શખ્સોની પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application