મહારાષ્ટ્ર્રથી એનડીઆરએફની બે ટીમ ગુજરાત મોકલાઇ

  • June 13, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કયુ ટવિટ




સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકાર પડખે ઉભી હોવાનું અહેસાસ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે ગુજરાત સહિત સાત રાયો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા બિપોરજોય સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરી હતી અને કોઈપણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાત સાથે હોવાની ખાતરી આપી હતી.આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટવીટ કર્યુ હતુ.





ગુજરાત રાય પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની ભીતિને પગલે કેન્દ્ર સરકાર દ્રારા મહારાષ્ટ્ર્રથી એનડીઆરએફની ૨ ટીમ ગુજરાત મોકલવામાં આવી હોવાનું જાણવા મળે  છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ભય ઝળૂંબી રહ્યો છે.  અરબ સાગરમાં બળવાન બનેલું ચક્રવાત હાલ દરિયામા છે. રાય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ સમગ્ર સ્થિતિ પર ચાપતી નજર રાખી રહી છે.




આ વાવાઝોડા વિશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૫ જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકી શકે છે. અત્યારે કચ્છ, જામનગર અને દ્રારકામાં એસડીઆરએફ, એસડીઆરએફની ૨–૨ ટીમ તૈનાત કરાઈ છે. યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા એસડીઆરએફની અને એનડીઆરએફ ની૧–૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા એનડીઆરએફની ૧ ટીમ રિઝર્વ રખાઈ છે.





ગુજરાતમાં તારાજી સર્જાવાની ભીતિના પગલે સાવચેતીના ભાગપે કેન્દ્ર સરકાર દ્રારા એનડીઆરએફની વધુ ૨ ટીમ ગુજરાત રવાના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર્રથી આ ૨ ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ હતી. જેને રિઝર્વ રાખવામાં આવશે.
પોરબંદર બાદ કચ્છમાં પણ એલર્ટના ભાગપે વહીવટીતત્રં દ્રારા દરિયાકાંઠા વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ  કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ–અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application