BREAKING NEWS

જામનગર: પવનચકકી સર્કલ પાસે વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સની અટક

  • May 21, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵


જામનગર: પવનચકકી સર્કલ પાસે વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સની અટક


વામ્બે આવાસ રોડ પર રીક્ષામાંથી ૧૦૦ લીટર દેશી દારૂ કબ્જે : બાવરીવાસમાં દેશીની ભઠ્ઠી પર દરોડો


જામનગરના પવનચકકી સર્કલ પાસે વિદેશી દારૂની બોટલ લઇને નીકળેલા સાધના કોલોનીના બે શખ્સને પકડી લેવામાં આવ્યા હતા જયારે બાવરીવાસમાં દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો અને વામ્બે આવાસ રોડ પર એક શખ્સ રીક્ષા મુકીને ભાગી ગયો હતો જેની તલાશી લેતા અંદરથી ૧૦૦ લીટર દેશી દારુ મળી આવ્યો હતો.


જામનગરના સાધના કોલોની એ વીંગમાં રહેતા ભૌતીક અશોક સોલંકી અને સાધના કોલોની એ વીંગમાં રહેતા મેહુલ નરભેરામ જોગરા નામના બે શખ્સોને પવનચકકી સર્કલ પાસેથી ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને નીકળતા સીટી-એ પોલીસે દબોચી લીધા હતા.


આ ઉપરાંત શહેરના ખુલ્લી ફાટક પાસે બાવરીવાસમાં રહેતી રામપ્યારી જુગ્નુ સોલંકીના ઝુપડે સીટી-સી પોલીસે દરોડો પાડી ૩ લીટર દેશી દારુ, ભઠ્ઠીના સાધનો અને ૪૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ વામ્બે આવાસ રોડ પર રીક્ષા નં. જીજે૩૬ડબલ્યુ-૦૭૦૩માંથી ૧૦૦ લીટર દેશી દારુ મળી આવતા આ મામલે સીટી-સી ડીવીઝન પોલીસ દ્વારા ફરાર રીક્ષા ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. ૨૦ હજારની કિંમતનો દારુ અને ૩૦ હજારની કિંમતની રીક્ષા જપ્ત કરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application