સુરતમાં પરિણીત પ્રેમીપંખીડાએ ઘરેથીભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી. આથી બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી ચાર દિવસે મળી આવ્યો છે. જ્યારે પ્રેમિકાનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. પ્રેમીને એક પાંચ મહિનાનો દીકરો પણ છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ભાવનગર અને સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં અમેજિયા વોટરપાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં 18 વર્ષીય રાકેશ ભુપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક પાંચ મહિનાનો દીકરો છે. રાકેશ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પાંચ મહિના પહેલા જ રાકેશની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. જેથી, પરિવારમાં ખુશીનો પણ માહોલ હતો. રાકેશ અને તેની 22 વર્ષીય પ્રેમિકાના પણ લગ્ન થઈ ગયાં છે, તે તેના પતિ સાથે રાકેશની નજીકમાં રહેતી હતી. તેના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે. એક કે દોઢ વર્ષ પહેલાં રાકેશ અને આ મહિલા સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, આ બાબતે પરિવારજનોને પણ જાણ થઈ ગઈ હતી. આ દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એવું હતું કે, હવે બંને સાથે રહી શકે એવી સ્થિતિ ન હોવાનું માની રહ્યા હતા.
બાઈક અને મોબાઇલ ફોન બ્રિજ પર જ મૂકી દીધા
10 ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઈક પર ઘરે કઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા. ત્યારબાદ બંને મગદલ્લા બ્રિજ પર પહોંચી ગયા હતા. જ્યાં બાઈક અને મોબાઇલ ફોન બ્રિજ પર જ મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા હતા. જે અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી.
હજુ સુધી પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી
રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ નીચે દરિયા સંકુલ નજીકથી મળી આવ્યો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા રાકેશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી. આ બાબતે પરિવાર પણ સિવિલ દોડી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ રાજકોટ હાઇવે પર શિસાંગ ગામ પાસે તરબૂચ ભરેલ ટ્રક પુલ નીચે ખાબક્યો
December 14, 2024 07:25 PMજામનગરના ત્રણબતી વિસ્તારમાં ડમ્પરે એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત
December 14, 2024 07:13 PMજામનગરમાં સાધના કોલોનીમાં અજાણ્યો ગાડી ચાલક તેલના 2 ડબા ચોરી પલાયન, CCTV કેમેરામાં કેદ
December 14, 2024 07:07 PMજામનગરમાં યુવાનનું અજ્ઞાત મોટરની અડફેટે નિપજયું મોત, સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા
December 14, 2024 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech