જામનગરના લાલવાડી આવાસ શિતલધામ સોસાયટી-2માં રહેતા વેપારી પરેશ રાજુ આહુજા અને શરૂ સેકશન રોડ ડેરી સામે રહેતા વેપારી રીષીત મનોજ કુંભારાણા નામના બંને શખ્સોને ફોરવ્હીલ કાર નં. જીજે-10-સીજી-4684માં વિદેશી દારૂના ચપલા સાથે જી.જી. હોસ્પીટલ સામેના રોડ પરથી નીકળતા સીટી-બી પોલીસે પકડી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં નાઘેડી ગામની અવધનગર સોસાયટીમાં રહેતા મજુરીકામ કરતા અર્જુનસિંહ ભીમસિંહ ચૌહાણ (ઉ.વ.31) નામના શખ્સને ઇંગ્લીશ દારૂની 1 બોટલ લઇને જામનગરના 49 દિ.પ્લોટ રોડ પરથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.
જામજોધપુરમાં વર્લીબાઝની અટક
જામજોધપુરમાં પટેલ સમાજ પાસે રહેતા ખેતીકામ કરતા મુકેશ ગોપાલ હાસલીયા નામના શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાઓ જુગાર રમતા રોકડ 1120, 1 મોબાઇલ અને સાહિત્ય સાથે જામનગર એલસીબીની ટુકડીએ દબોચી લીધો હતો. જયારે બાલવા ગામનો દિલીપભાઇ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech