આટકોટના બળધોઈ હાઈવે ઉપર કાર-બાઈક અકસ્માતમાં શિવરાજપુરના બે ભાઈના મૃત્યુ

  • December 06, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના બળધોઈ ગામ નજીક હાઈવે ઉપર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને વાહનો ફેંકાઈને રોડ ઉપરથી ખેતરમાં ફેંકાતા શિવરાજપુર (તા.જસદણના બે પિતરાઈ ભાઈ યુવાનોના મૃત્યુ થયા હતા.
બળધોઈ હાઈવે ઉપર ડુંગર નજીક સર્જાયેલા ગમખ્યાર અકસ્માતમાં શિવરાજપુરના રમેશ ધોહાભાઈ સરિયા ઉ.વ.૩૫ અને સંજય ધી‚ભાઈ સરિયા ઉ.વ.૨૯ બન્ને કાકા-બાપાના દીકરાનું મૃત્યુ થયું હતું. બન્ને મૃતકોમાં એકનું સ્થળ ઉપર અને સંજય સરિયાને પ્રથમ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા માર્ગમાં મૃત્યુ થયું હતું. 
મૃતકોમાં રમેશભાઈ બે પુત્રો અને એક પુત્રીના પિતા હતા. જયારે સંજયભાઈ બે પુત્રી, એક પુત્રના પિતા હતા. આ બનાવથી શિવરાજપુર ગામમાં શોક હડતાલ પાડવામાં આવી હતી. આટકોટ પોલીસના સુરેશભાઈ સોલંકી અને ભોવશભાઈ પરમારે સ્થળે જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application