ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર, પ્લેઈંગ 11માં હાર્દિક અને આ ખેલાડી નહી રમે, પંડ્યાના સ્થાને બેટિંગ કરશે સુર્યકુમાર

  • October 22, 2023 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્લ્ડ કપ 2023માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આજે ધર્મશાલામાં આમને-સામને છે. જીત કે હારના પરિણામ સિવાય આ મેચ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પોઈન્ટ ટેબલમાં કોણ ટોપ પર રહેશે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટમાં બંને ટીમો અજેય છે. મતલબ કે આજે જે પણ હારશે તેની આ પહેલી હાર હશે. મેચની ટોસ થઈ ગઈ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનની પણ જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં ફેરફાર છે અને સામેની ટીમમાં કોઈ ફેરફાર નથી.


વર્લ્ડ કપ 2023માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ 5મી મેચ છે. અગાઉ આ બંને 4-4 મેચ જીતી ચૂક્યા છે. ન્યુઝીલેન્ડ અત્યારે સારા રન રેટના આધારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ભારતીય ટીમ બીજા સ્થાને છે. પરંતુ આજની મેચ બાદ સમીકરણ બદલાઈ જશે.


ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર છે, જ્યારે ન્યુઝીલેન્ડમાં કોઈ ફેરફાર નથી. કિવી ટીમે તેના વિનિંગ કોમ્બિનેશન સાથે પ્રવેશ કર્યો છે. પણ ભારતીય ટીમને ખેલાડીઓની ઈજાના કારણે ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ભારતીય ટીમમાં બે ફેરફાર છે, એક હાર્દિક પંડ્યાના સ્થાને અને બીજો શાર્દુલ ઠાકુરની જગ્યાએ, સૂર્યકુમાર યાદવે હાર્દિકની જગ્યા લીધી છે. શાર્દુલની જગ્યાએ શમી આવ્યો છે. સૂર્યકુમાર યાદવ આ મેચથી વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે.


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application