↵દ્વારકાના પોકસો કેસમાં બે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
૨૫,૦૦૦નો દંડ ફટકારતી દ્વારકાની એડી. સેસન્સ અને સ્પે. પોકસો કોર્ટ
દ્વારકાના પોકસો કેસમાં મુખ્ય આરોપી અને મદદગારી કરનારને તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે ઉપરાંત દંડ કરાયો અને ભોગ બનનારને વળતર ચુકવવા પણ આદેશ કરાયો છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીર વયની બહેન ભોગ બનનારને આરોપી આસિફ સત્તારભાઈ બેતારા રહે. તા.દ્વારકા,જિ.દેવભુમી દ્વારકાનાએ તા. ૦૬/૧૦/૨૦૨૨ થી તા. ૦૯/૦૬/૨૦૨૩ સુધી અવાર નવાર પોતાના ઘરે બોલાવી તેણીની મરજી વિરૂધ્ધ તેણીની સાથે શારીરીક સંભોગ કરી ગર્ભ રાખી ધઈ તેમજ આરોપી આસિફ સત્તારભાઈ બેનારાએ ભોગ બનનાર સાથે પ્રથમ વખત શારીરીક સંભોગ કરેલ તે અંગેની જાણ આરોપી નૂરજહાંબેન સત્તાર વલીમામદ બેતારા રહે. તા.દ્વારકા, જિ.દેવભુમી દ્વારકાનાને થઈ હોવા છતાં ત્યારબાદ આરોપી નૂરજહાંબેનએ આરોપી આસિફ સત્તારભાઈ બેતારાને અટકાવવાનો કાર્યલોપ કરી તેમજ ભોગ બનનાર જો કોઈને વાત કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ભોગબનનારને બીજા દિવસથી તે જ મુજબ તેણીના ઘરે આવવા ધમકી આપી આરોપી આસિફ સત્તારભાઈ બેતારાને ગુનો આચરવામાં દુષ્પ્રેરણા આપી ત્યારબાદ મદદગારી કરવા ગુનો છુપાવવા ભોગ બનનારનો ગર્ભ પડાવી નાખવા અલગ અલગ હોસ્પીટલમાં લઈ જઈ તેમજ ગુના બાબતે કોઈને જાણ નહીં કરવા ભોગ બનનાર તથા તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી ગુનાહિત કૃત્ય આચરેલ.
બાદ હાલના કેસમાં ફરીયાદીની ફરીયાદના આધારે મીઠાપુર પો. સ્ટે. ના ઈ.ચા. પો. ઈ. એમ.ડી. મકવાણા રૂબરૂ ફરીયાદ આપી હતી. ત્યારબાદ તપાસના અંતે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ - ૩૭૬, ૩૭૬ (૨)(એન), ૩૭૬ (૩), ૫૦૬(૨), ૧૧૪ તેમજ પોકસો એકટ ૨૦૧૨ ની કલમ - ૪,૫(એલ),૬, ૮.૯(એલ), ૧૦ તથા ૧ર મુજબના ગુન્હા સબબ પુરતો પુરાવો જણાતા સદર ગુન્હાનું ચાર્જશીટ કોર્ટમાં આરોપી વિરુધ્ધ રજુ કરવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ આ કેસ કોર્ટમાં ચાલી જતા દ્વારકાની એડી. સેસન્સ અને સ્પે. પોકસ કોર્ટના જજ કે.જે.મોદી સમક્ષ થયેલ ફરીયાદી, ભોગબનનાર, મેડીકલ ઓફીસર અને તપાસ કરનાર અધિકારી અને અન્ય મહત્વના સાહેદોની જુબાની તથા કોર્ટ નંબર પ્રોસીકયુશન તરફે રજુ થયેલ સમગ્ર પુરાવા અન્વયે મદદનીશ જીલ્લા સરકારી વકીલ અમિત.એચ,વ્યાસની વિવિધ મુદાઓ પરની દલીલ માન્ય રાખી દ્વારકાની એડી. સેસન્સ અને સ્પે. પોકસો કોર્ટના જજ કે.જે.મોદીએ આરોપી આસિફ સત્તારભાઈ બેતારાનાઓને પોકસો એકટ ૨૦૧૨ ની કલમ -૫(એલ), ૫(જે) (ર) સાથે વંચાતા કલમ - ૬ અન્વયે તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખ્ત કેદની સજા તથા આરોપી નુરજહાંબેન સત્તાર વલીમામદ બેતારાનાઓને અનુક્રમે પોકસો એકટ ૨૦૧૨ની કલમ ૫(એલ).૫(જે)(૨), ૬.૧૬ સાથે વંચાતા કલમ - ૧૭ અન્વયે તકસીરવાન ઠેરવી ર૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખ્ત કેદની સજા અને આઈ.પી.સી. કલમ - ૫૦૬(૨) અન્વયે ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સખ્ત કેદની સજા ભોગબનનારના સામાજીક આર્થીક અને માનસીક પુનવર્સન માટે રૂ.૧૧,૦૦,૦૦૦/- નુ વળતર ચુકવાનો હુકમ કરેલ છે.