BREAKING NEWS

જામનગરમાં વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ 

  • June 02, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ 

તા.પના રોજ એક પેડ માં કે નામ સુત્રને સાર્થક કરી વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના છોડનું વિતરણ કરાશે

જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ પાંચ જૂનના શહેરમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા  અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત - "એક પેડ માં કે નામ" એ સુત્ર સાર્થક કરતાં "વિશ્વ પર્યાવરણ દિન" ની ઉજવણી નિમિતે તા.૫ના રોજ જામનગર મહાનગરપાલિકા તથા ડીસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફીસર (વિસ્તરણ) ની કચેરીના સંયુક્ત ઉપક્રમે સીવીલ વેસ્ટ ઝોન, ક્ધટ્રીબ્યુશન લેન્ડ ૪૩ /પૈકી ૧ ભીમાવુડસ પાસે વૃક્ષારોપણ તથા સીવીલ વેસ્ટ ઝોન, ક્ધટ્રીબ્યુશન લેન્ડ ૪૩ / પૈકી ૧ ભીમાવુડસ પાસે વિતરણનો કાર્યક્રમ તથા પર્યાવરણ પ્રેમીઓને પ્રતિ વ્યકિત એક વૃક્ષોના રોપાનું  નિશુલ્ક  વિતરણ કરવામાં આવનાર છે .તેમજ જુદી-જુદી ટી.પી. સ્કીમના પ્લોટ, ક્ધટ્રીબ્યુશન લેન્ડમાં તથા રોડ સાઇટ , નવા / જુના ડીવાઈડરમાં વાવેતર સમયાંતરે કરવામાં આવનાર છે.

વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીના ભાગરૂપે શહેરના વોર્ડ નં. ૧ થી ૧૯ વિસ્તારો  વોર્ડ નં. ૧, બેડેશ્વર મંદિર, વોર્ડ નં. ૨,  ગુર્જર સુથારની વાડી, વોર્ડ નં. ૩, વિકાસ ગૃહ રોડ,  વોર્ડ નં.૪ અંબર ચોકડી બ્રીજ  ભીમવાસના ઢાળીયા પાસે,  વોર્ડ નં.૫ ડી.કે.વી. સર્કલ,  વોર્ડ નં. ૭, એમ્યુઝમેન્ટ પાર્ક,  વોર્ડ નં. ૮, પટેલ સમાજ રણજીતનગર, વોર્ડ નં. ૯ પંચેશ્વર ટાવર, , વોર્ડ નં. ૧૦, રાજપાર્ક સેવા સદન,  વોર્ડ નં. ૧૧, ગુલાબનગર સીવીક સેન્ટર, વોર્ડ નં. ૧૨, અન્નપુર્ણા ચોકડી લાલવાડી,  વોર્ડ નં. ૧૩, માધવરાય મંદિર ખંભાળીયા નાકા પાસે,  વોર્ડ નં. ૧૪, જે, કે, ટાવર હીરજી મીસ્ત્રી રોડ,  વોર્ડ નં. ૧૫, ગોકુલનગર સર્કલ, વોર્ડ નં. ૧૯, સંગમ બાગ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૧ : ૦૦ કલાક સુધી તથા બપોરે ૪:૦૦ કલાકથી સાંજના ૬:૦૦  કલાક સુધી વૃક્ષોના રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. ( વૃક્ષ / રોપા જયાં સુધીઉપલબ્ધ હશે ત્યાં સુધી) જામનગર શહેરની વૃક્ષ પેમી જનતા બહોળા પ્રમાણમાં લાભ લે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગર મહાનગર પાલિકા ધ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application