અયોધ્યાના ધાર્મિક માહોલ વચ્ચે સફર કરીએ ભારતના પ્રાચીન મંદિરોની

  • December 30, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં 22 જાન્યુઆરીના ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ સમય દરમિયાન તો ભક્તોની ભારે ભીડ રહેવાની છે. આ સાથે જ એમ માનવામાં આવે છે કે, રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ એક દિવસમાં લગભગ 75 હજાર લોકો દર્શન કરી શકશે. ત્યારે હાલ તો સૌ કોઇના મુખે રામ નામ છે. ત્યારે અમે આપને ભારતના અન્ય રાજયોમાં આવેલા મંદિરો વિશે વાત કરીશું કે જેનું ધાર્મિક મહાત્મય અનેરું છે. દેશ વિદેશથી ભારતના એ મંદિરોની મુલાકાતે ભક્તોનો પ્રવાહ અવીરતપણે રહેતો હોય છે. અહીં ભક્તોને તેમની શ્રધ્ધા અને આસ્થા ખેંચી લાવે છે. આ સાથે ભક્તો તેમની માનતા પૂરી કરવા પણ આવતા હોય છે. તો ચાલો જાણીએ ભારતના એ મંદિરો વિશે.


તિરુપતિ બાલાજી

તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. તે દેશના સૌથી ધનિક મંદિરોની યાદીમાં છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે દરરોજ હજારો અને લાખો લોકો અહીં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વેંકટેશ્વર તેમની પત્ની પદ્માવતી સાથે અહીં નિવાસ કરે છે.


વૈષ્ણોદેવી

માતા વૈષ્ણવ દેવી મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનુ એક છે. એક અહેવાલ અનુસાર આ મંદિર દર વર્ષે લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાના દર્શનાર્થે આવે છે. અહીં દર્શન કરવા ભક્તો 14 કિલોમીટર ચડીને માતાના દર્શન કરે છે. દૂર-દૂરથી ભક્તોને તેમની આસ્થા અહીં ખેંચી લાવે છે.


સાંઇ સમાધિ મંદિર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા સાંઇ સમાધિ મંદિર ખાતે દૈનિક લાખોની સંખ્યામાં સાંઇ ભક્તો આવતા હોય છે. આ મંદિર ખાતે ભક્તો પોતાની ઇચ્છા અનુસાર દાન પણ કરતા હોય છે. દેશ વિદેશથી સાંઇ ભક્તો સમાધિ મંદિર આવી શિરડીના સાંઇબાબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.


જગન્નાથપુરી

ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરનું મહત્વ પણ એટલું જ છે. અહીંનું જગન્નાથ મંદિર હિન્દુઓના ચારધામો પૈકીનું એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. અહીં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તો ખાસ દર્શાનાર્થે આવતા હોય છે.



કાશીવિશ્વનાથ

વારાણસીમાં આવેલું ભગવાન વિશ્વનાથનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરને કારણે, વારાણસી અથવા બનારસ દેશના તેમજ વિશ્વના પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાં એક સ્થાન ધરાવે છે. અહીં પણ હજારો લોકો આવે છે.


આ ઉપરાંત ભારતમાં 12 જયોતિર્લિંગ આવેલા છે. જે કોઇ એક જ સ્થળે નહીં પરંતુ ભારતના વિવિધ રાજયોમાં આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ તે મહત્વ ધરાવે છે. ત્યારે ભારતના વિવિધ રાજયોમાં આવેલા બારેય જયોતિર્લિંગ ખાતે પણ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application