રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનામા ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 2 દરવાજા બપોરે 12.25 વાગ્યે 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. ત્યારે હેઠવાસના કેટલાક ગામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
આજી-2 ડેમના બે દરવાજા 0.15 મીટર ખોલવામાં આવતા ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલ્કા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લામાં નોંધાયેલા છુટોછવાયો વરસાદના આંકડા
બપોરે 2 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં 5 મી.મી. તથા પડધરી-ગોંડલ-ધોરાજી તાલુકાઓમાં 2 મી.મી. વરસાાદ નોંધાયો છે. તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ ૫૩.૧ મીટર છે. જ્યારે લેવલ ૫૨ મીટર છે. ઈનફ્લો ૬૫૬ ક્યુસેક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech