સૌરાષ્ટ્ર-કચ્છના 91 સહિત રાજ્યના ૩૬૫ જજની બદલી

  • May 08, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮૭ ડસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર સિવીલ જજ અને ૧૬૭ જુનિયર સિવિલ જજની બદલી કરાઇ: રાજકોટના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈની વડોદરા અને રાજકોટમાં અમરેલીથી આર.ટી.વાછાણીની બદલી


ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર ડિવિઝન સિવીલ જજ અને ૧૬૭ જુનિયર ડિવિઝન સિવિલ જજની બદલીઓ કરાઈ છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં ૯૧ જજનો સમાવેશ થાય છે. રાજકોટના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈની વડોદરા બદલી કરવામાં આવી છે જયારે રાજકોટમાં અમરેલીના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વાછાણીની બદલી કરવામાં આવી છે.




ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈએ જજોની બદલીના કરેલા હુકમોમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજનો સમાવેશ થાય છે જેમાં રાજકોટનાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈનો પણ સમાવેશ થાય છે. તેમની પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ તરીકે વડોદરા બદલી કરવામાં આવી છે. જયારે અમરેલીમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવતા આર.ટી.વાછાણીને રાજકોટનાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટની ફેમિલી કોર્ટનાં જજ વી.આર.રાવલની અમદાવાદ ફેમિલી કોર્ટમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત પોરબંદર ફેમિલી કોર્ટનાં કે.આર.ઉપાધ્યાયની ભરૂચ, ભાવનગરનાં એન.એ.અંજારીયાની પ્રિન્સીપલ જજ ફેમિલી કોર્ટ ભાવનગર, ગાંધીધામનાં એમ.જી.પરાસરની અમરેલી, સુરેન્દ્રનગરમાંથી એન.જી.દવેની અમદાવાદ ગ્રામ્ય, જામનગરમાંથી એમ.એસ.સોનીની ફેમિલી કોર્ટ મોડાસા, ધારીમાંથી એમ.એસ.પટેલની એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ખેડા અને ભાવનગર ફેમિલી કોર્ટમાંથી એચ.એન.ત્રિવેદીની અમદાવાદ ફેમિલી કોર્ટમાં બદલી કરવામાં આવી છે. તેમજ રાજકોટનાં બીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એ.વી.હિરપરાની અમદાવાદ, ગોંડલના આર.પી.સિંગની નવસારી, જેતપુરનાં આર.આર.ચૌધરીની પાટણ તેમજ ગાંધીધામનાં આર.એ.નાગૌરોની અમદાવાદ ગ્રામ્યના ધોળકા, ખંભાળીયાથી ડી.ડી.બુદ્ધદેવની અમદાવાદ ગ્રામ્ય, ધોરાજીથી આર.એમ.ચંદ્રશર્માની થરાદ, બોટાદથી વી.બી.રાજપુતની અમદાવાદ, ભાવનગરથી એસ.સી.ગાંધીની અમદાવાદ, ભુજ ફેમિલી કોર્ટમાંથી એચ.જી.પંડયાની અમદાવાદ, ગોંડલનાં ૧૦માં એડિશનલ ડિસ્ટ્રીકટ જજ વી.એચ.પટેલની હિંમતનગર અને ભાવનગરનાં બી.એન.પરમારની ભાવનગરમાં જ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટમાં બદલી કરાઈ છે.





જયારે બદલીના અન્ય હુકમોમાં સિનિયર ડિવિઝન સિવીલ જજની કેડરના ૧૧૧ જજની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટનાં ૧૧માં સિનિયર સિવિલ જજ વી.આર.ચૌધરીની અમદાવાદ, ગોંડલનાં એમ.વી.ચોકસીની પંચમહાલ, લેબર કોર્ટનાં જજ એસ.બી.શાહની સુરત લેબર કોર્ટમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરનાં જે.એ.સિંધીની અમદાવાદ, કચ્છ-ગાંધીધામનાં એચ.ડી.પંડિતની અમદાવાદ, ભાવનગરનાં એલ.એમ.રાઠોડની વીસનગર, જામનગરનાં એમ.ડી.નંદાણીની બોરસદ, ભુજનાં પી.સી.સોનીની મહિસાગર, ગાંધીધામનાં એ.કે.ભટ્ટની અમદાવાદ, જામનગરનાં એન.એન.પાથરની સીબીઆઈ કોર્ટમાં, ભુજનાં એમ.એમ.પરમારની મહિસાગર, જસદણનાં પી.એન.નવીનની અમદાવાદ, ગાંધીધામનાં એ.આર.પાઠકની છોટાઉદેપુર, તળાજાનાં વાય.આઈ.શેખની ધંધુકા, જામનગરનાં ડી.બી.જોશીની દાહોદ, મુંદ્રાના એ.જી.ઓઝાની અમદાવાદ, ભાવનગરનાં એ.એસ.પટેલની બનાસકાંઠા, જુનાગઢનાં બી.આર.સોલંકીની સાબરકાંઠા, મોરબીનાં એ.આર.રાણાની મહિસાગર, કચ્છનાં એ.કે.શર્માની મહેસાણા, પોરબંદરનાં કે.બી.રાઠોડની વડોદરા, જામનગરનાં એ.ડી.રાવની જંબુસર, ભાવનગરનાં બી.એસ.રાણાની વડોદરા, ગાંધીધામનાં એમ.કે.શાહની બારડોલી, મોરબીનાં એમ.સી.જાદવની ખેડા અને દેવભૂમિ દ્વારકાનાં એચ.પી.રાવલની વડોદરા બદલી કરવામાં આવી છે.




આ સિવાય ૧૬૭ જુનિયર ડિવિઝન સિવિલ જજની બદલી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૩ જજનો સમાવેશ થાય છે. રાજકોટનાં ટ્રાફિક કોર્ટમાં ફરજ બજાવતા એન.પી.વાધવાણી અમદાવાદ લેબર કોર્ટમાં અને રાજકોટ લેબર કોર્ટમાં ફરજ બજાવતા એ.એન.તલસાણીયાની વલસાડ તેમજ રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા એચ.જી.પરમારની અમદાવાદ રૂરલ રેલવે કોર્ટમાં બદલી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application