જામનગરમાં ભુજીયા કોઠાનાં લોકાર્પણ બાદ ટ્રાફીક સમસ્યા વકરી: રસ્તાઓ પર વાહનોના ખડકલાં.
જામનગરમાં ભુજીયા કોઠાનાં લોકાર્પણ બાદ ટ્રાફીક સમસ્યા વકરી: રસ્તાઓ પર વાહનોના ખડકલાં.
March 28, 2026 06:28 PM
જામનગરમાં ભુજીયા કોઠાનાં લોકાર્પણ બાદ ટ્રાફીક સમસ્યા વકરી: રસ્તાઓ પર વાહનોના ખડકલાં.
જામનગરમાં તળાવની પાળે ભજીયા કોઠા સામે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી તરફથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તાનાં આરંભે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીની દિવાલથી રણમલ તળાવ ગેઇટ નં ૮ વચ્ચે થાંભલીઓ નાખી તથા ખુલ્લી ઝાપરી મૂકી દઇને ૫૦-૬૦ ફૂટ પહોળા રસ્તાને ૧૦ ફૂટનો કરી નાખવામાં આવ્યો છે. જેને કારણે આ રસ્તા પર એન્ટ્રી તથા એક્ઝીટ કરવામાં મંદિરોએ આવતા દર્શનાર્થીઓ તથા વાહનચાલકોને ભારે મુશકેલી પડે છે. આ થાંભલીઓ હટાવી રસ્તાને પહોળો કરવા માટે કમિશ્નરને રજૂઆતો પણ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભુજીયા કોઠાનું લોકાર્પણ થતા પર્યટકોની ભીડ પણ અહીં થઇ રહી છે અને આડેધડ પાર્કીંગ થતા બાલા હનુમાન મંદિર તથા સત્યનારાયણ મંદિર આવતા જતા ભક્તોને ભારે હાલાકી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજીયા કોઠા સામે જ ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીની પાછળ તરફ તંત્ર દ્વારા એક અધિકૃત પાર્કિંગ બનાવવામાં આવ્યુ છે પરંતુ તંત્ર દ્વારા જ હાલ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જે આશ્ચર્યજનક છે અને અહી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.