રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઇ, સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાસ આયોજન

  • February 02, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાનસભામાં રાજ્યના આગામી 25 વર્ષોનો રોડમેપ દર્શાવતુ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં અલગ અલગ યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને અપાયું છે. બજેટ પહેલા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇનું આ બજેટ હશે.


રાજયના રમતવીરોને તાલીમ, સંસાધનો અને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે આજે બજેટમાં પણ રમતવીરો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. રાજયની ત્રણ હજાર જેટલી શાળાઓમાં રમતગમત માટે ખેલ સહાયકો મૂકી પ્રાથમિક કક્ષાએ રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવાનું કાર્ય શરૂ કરેલ છે. રમતગમત સંકુલોનો વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે. શક્તિદૂત યોજના થકી પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

રમતગમત ક્ષેત્રે ૩૭૬ કરોડની જોગવાઇ  

•    ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન.
•    શક્તિદૂત ૨.૦ યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન. 
•    પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન. 
•    સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹ ૧૨૨ કરોડની જોગવાઈ

•    યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના. 
•    સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન. 


પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹ ૧૧૩ કરોડની જોગવાઇ

•    વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન. 

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹ ૧૧૬ કરોડની જોગવાઈ

•    ૩૦૦૦ ગ્રંથાલયોને `૧૨૦ કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્‍સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન.    
•    દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application