સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી લાવવામાં આવેલા ૨૯૫ પ્રાણીઓ માંથી ૧૦ %એ ગુમાવ્યો જીવ ; વિધાનસભા ગૃહમાં સરકારે આપી માહિતી
ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં વિપક્ષી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માગ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે પણ ચર્ચા થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વિદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી લવાયેલા પશુ-પક્ષીના મોતનો આંકડો સામે મુક્યો હતો. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દેશ-વિદેશમાંથી ૨૯૫ જેટલા પ્રાણીઓ લાવીને સફારી પાર્કમાં મુક્ત કર્યા હતા પરંતુ આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં ૩૮ જેટલા પ્રાણીઓએ દમ તોડી દીધો છે.
૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતીએ ૪,૧૫,૦૦૦ના ખર્ચે મનોરંજન માટે પશુ-પક્ષીઓ લાવવામાં આવ્યા હતા તે પશુ-પક્ષીના નામ, સંખ્યા, મૃત્યુનો આંકડો જાહેર કરાયો છે. જેમાં મુલાકાતીઓના મનોરંજન માટે લવાયેલા ૫ વિદેશી થામિન હરણ પૈકી ૩ના મોત નીપજ્યા છે. આ ઉપરાંત પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. કેમ કે તેમને વાતાવરણ અનુકૂળ આવતું નથી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નર્મદા વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને આકર્ષવા માટે સફારી પાર્કમાં ૪.૧૫ લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
આ પ્રાણીઓમાં સૌથી વધુ ૯૪ ગ્રીન ચીક્ડ કોનુરની સંખ્યા જોવા મળે છે. એ ઉપરાંત ૧૨ સન કોનુર, ૧૦ ગોલ્ડન બ્લ્યુ મકાઉ, આઠ ઇમુ, ૧૦ ફિઝન્ટ, ૯ સિલ્વર ફિઝન્ટ, ૭ બ્લેક સ્વાન, ૬ કેરોલીના ડક, ૧૦ લોરીકીટ કેઇન બો, ૮ યલો ક્રાઉન એમોઝોન સહિત કુલ ૨૯૫ વિદેશી જીવો ઉપરાંત ભારતના સ્થાનિક પ્રાણીઓથી સફારી પાર્ક ભરચક બન્યો હતો.
આ પશુ પક્ષીઓએ ગુમાવ્યો જીવ
જેમાં ૬ ઘરિયાલ માંથી ૧નું મોત થયું છે, ૮ મંકી ખિસકોલી માંથી ૩ના મોત થયા છે, ૫ માંથી ૩ થામિન હરણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમજ ૬ એક્લેસ્ટ પેરોટ માંથી હવે ૩ જ જીવિત બચ્યા છે. ૧૦ માંથી ૧ લોરીકિટ રેઈન બોનું મોત થયું છે. ૪ રેડ બીલ્ટ ટુકાન માંથી હવે માત્ર ૧ જ બચ્યું છે. ૭ ગોલ્ડન ફિઝન્ટ માંથી ૧નું મોત થયું છે. ૯ સિલ્વર ફિઝન્ટ માંથી ૩એ જીવ ગુમાવ્યો છે. ૫ લેડી હેમહસર્ટ ફિસેન્ટ માંથી ૧નું મોત થયું છે. ૧૦ બ્લ્યુ ફિઝન્ટ માંથી ૩ જ હાલ જીવિત છે. ૬ કેરોલીના ડક માંથી ૧નું મોત થયું છે. ૯૪ ગ્રીન ચીક્કડ કોનુર માંથી ૩એ જીવ ગુમાવ્યો છે. ૧૨ સન કોનુર માંથી ૪નું મૃત્યુ થયું છે. ૫ અલ્પાકામાંથી માત્ર ૨ જ જીવત બચ્યા છે જયારે ૧ વોલાબીનું મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech