33 વિપક્ષી સાંસદો સમગ્ર સત્ર માટે લોકસભામાંથી કરાયા સસ્પેન્ડ, સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને હોબાળો કરવા પર લેવાયા એક્શન

  • December 18, 2023 03:40 PM 


આજે (18 ડિસેમ્બર) પણ વિપક્ષી દળો સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને તેમની માંગણીઓ પર અડગ રહ્યા હતા. આ અંગે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. દરમિયાન, લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને લોકસભાના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. વિપક્ષના 13 સાંસદોને પહેલા જ સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


અધીર રંજન ચૌધરી, કે જય કુમાર, અપૂર્વ પોદ્દાર, પ્રસુન બેનર્જી, મોહમ્મદ વસીર, જી સેલ્વમ, સીએન અન્નાદુરાઈ, ડૉ ટી સુમાથી, કે નવસ્કાની, કે વીરસ્વામી, એનકે પ્રેમચંદ્રન, સૌગતા રોય, શતાબ્દી રોય, આસિથ કુમાર મલ, કૌશલેન્દ્ર કુમાર ઉપરાંત , એનટીઓ એન્ટોની, એસ.એસ. પલનામનિકમ, અબ્દુલ ખાલિદ, તિરુવરુસ્કર (સુ. તિરુનાવુક્કારાસર), વિજય બસંત, પ્રતિમા મંડલ, કાકોલી ઘોષ, કે. મુરલીધરન, સુનીલ કુમાર મંડલ, એસ. રામા લિંગમ, કે. સુરેશ, અમર સિંહ, રાજમોહન ઉન્નિથન, કે. ગોગોઈ અને ટીઆર બાલુને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


વાસ્તવમાં, વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લોકસભાની સુરક્ષામાં ભંગને લઈને બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે.


આ પહેલા પણ લોકસભામાંથી વિપક્ષના 13 સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોસે, વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકોમ ટાગોરનો સમાવેશ થાય છે. જ્યારે ટીએમસી સભ્ય ડેરેક ઓ બ્રાયનને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application