આજે વસંત પંચમીના દિવસે હાલારમાં ૧૫૦થી વધુ જગ્યાએ ઢોલ ઢબુકયાં

  • January 26, 2023 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજે વસંત પંચમીના દિવસે ઉમળકાભેર લગ્નોત્સવ ઉજવાઇ રહ્યો છે, વાડીઓમાં ઠેર-ઠેર હાઉસફુલ જોવા મળે છે, હાલારમાં ૧૫૦થી વધુ સ્થળોએ આજે યુવક-યુવતિઓ આ પવિત્ર દિવસે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે, ત્યારે આજના પવિત્ર દિવસે વેપારીઓને પણ ભારે તડાકો બોલી ગયો છે. 


જામનગરની તમામ વાડીઓ હાઉસફુલ છે, એટલું જ નહીં, શહેરમાં ૧૦૦થી વધુ સ્થળોએ ઢોલ ઢબુકી રહ્યા છે, શરણાઇના સુર સાથે લગ્નવિધી શરૂ થઇ ચૂકી છે, વિધી કરનારા ગોર મહારાજ ઓછા હોય કેટલાક મહારાજો ત્રણથી ચાર જગ્યાએ અલગ-અલગ સ્થળોએ લગ્નવિધી કરાવવા જઇ રહ્યા છે, એટલું જ નહીં શરણાઇ વાદકો અને ઢોલીઓ પણ મળતા નથી, ફુલેકા સમયે ટાઇમીંગમાં બદલાવ કરવો પડે છે, છેલ્લા અઠવાડીયાથી અમુક મીઠાઇની દુકાન ધારકોને ત્યાં ઓર્ડર અપાઇ ગયો છે ત્યાં કડકડતી ઠંડીમાં મીઠાઇની પણ બોલબાલા છે. 


ખાસ કરીને દાડીયા રાસના સમયે ડીજે અને સંગીત પાર્ટીના સંચાલકોને પણ બખ્ખા બોલી ગયા છે, કપડાની દુકાન અનેક પહેરવેશની દુકાનમાં પણ ઘરાકીનો માહોલ ખુલ્યો છે, સામાન્ય રીતે વસંત પંચમીના દિવસે શુભ મુર્હુત હોય લગ્ન કરવા ભારે ઉત્સુકતા છે, કેટલાક શુભ મુર્હુતોમાં દુકાનો અને પાર્ટી પ્લોટના ઓપનીંગ થઇ રહ્યા છે.


સામાન્ય રીતે લગ્ન કરવા એ શુભ મુર્હુત ગણાય છે ત્યારે પાંચ-પાંચ છ-છ મહીનાથી વાડીઓના બુકીંગ કરવામાં આવ્યા હતાં. આજે કેટરર્સને પણ જલસા થઇ ગયા છે, મીઠાઇનું વેંચાણ વધી ગયું છે એવી જ રીતે કેટરર્સને પણ બે થી ત્રણ બુકીંગ હોય તેઓ પણ પહોંચી શકતા નથી. આમ હાલારમાં આજે સામુહીક લગ્નોત્સવ યોજાઇ રહ્યો છે. કેટલીક જ્ઞાતિઓ દ્વારા સમુહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે અનેક નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application